suvichar
✕

ચેન્નાઈની હારનો સૌથી મોટો વિલન, ફક્ત તમાશો જોવા માટે લીધા આટલા કરોડ રૂપિયા

Updated: ગુરુવાર, 1 મે 2025 (07:32 IST)
એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમને વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની જે પણ થોડી ઘણી સંભાવના હતી તે પણ હવે ખતમ થઈ ગઈ છે. ટીમ હજુ પણ છેલ્લા એટલે કે દસમા સ્થાને છે. આ સિઝન ચેન્નઈ માટે ખૂબ જ ખરાબ રહી છે, જેની કદાચ કોઈએ અપેક્ષા નહીં કરી હોય. દરમિયાન, ચેન્નઈની હારનો સૌથી મોટો વિલન  જે ખેલાડી બન્યો છે તે બીજું કોઈ નહીં પણ શિવમ દુબે છે, જેને ટીમે ફક્ત તમાશો જોવા માટે ટીમમાં રાખ્યો છે. તેના પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે
 
શિવમ દુબે ફરી ન બનાવી શકયો રન
એક સમયે CSK ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી. જ્યારે સેમ કુરન એક છેડે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે શિમરોન દુબે ક્રીઝ પર આવ્યો. એવી અપેક્ષા હતી કે શિવમ દુબે પણ પોતાની શૈલીમાં આક્રમક બેટિંગ કરશે, પરંતુ આ વખતે પણ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. શરૂઆતમાં, શિવમને વધારે સ્ટ્રાઇક મળતી નહોતી અને જ્યારે તેને સ્ટ્રાઇક મળતી ત્યારે પણ તે એક રન લઈને બીજા છેડે જતો. આવી સ્થિતિમાં, સેમ કુરન પર વધારાનું દબાણ હતું અને તેને આઉટ થવું પડ્યું. મેચની 19મી ઓવર ટર્નિંગ પોઈન્ટ હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે એક જ ઓવરમાં ચાર વિકેટ લઈને ચેન્નાઈની કમર તોડી નાખી હતી. આમાં હેટ્રિક પણ શામેલ હતી. જોકે, આ પછી પણ શિવમ દુબે અણનમ હતો અને છેલ્લી ઓવર બાકી હતી. પરંતુ તે 20મી ઓવરના બીજા બોલ પર આઉટ થઈ ગયો. જોકે તેની પાસે તક હતી કે છેલ્લી ઓવરમાં ટીમ માટે કેટલાક રન બનાવીને સ્કોર 200 પાર સુધી પહોચાડી શકે, પરંતુ તે નિષ્ફળ ગયો.
 
ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં આવે છે શિવમ  
શિવમે આ મેચમાં છ બોલમાં છ રન બનાવ્યા અને ફક્ત એક જ ફોર ફટકારી શક્યો. જ્યારે તે છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યો ત્યારે આ સ્થિતિ હતી. તે CSK વતી આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. શિવમ દુબે મોટાભાગની મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવે છે જ્યારે તેની ગણતરી ઓલરાઉન્ડરોમાં થાય છે. તે મધ્યમ ગતિની બોલિંગ પણ કરે છે, પરંતુ ખબર નથી પડતી કે ફિલ્ડિંગ દરમિયાન તેને બહાર કેમ બેસાડવામાં આવે છે જેથી તે તમાશો જોઈ શકે.
 
ચેન્નાઈએ શિવમ પર 12 કરોડ ખર્ચ્યા છે
ચેન્નાઈએ શિવમ દુબે પર છેલ્લા 12 કરોડ રૂપિયા કેમ ખર્ચ્યા તે સમજની બહાર છે. શું તે ફક્ત બેટિંગ માટે 12 કરોડ રૂપિયા લઈ રહ્યો છે? તેને CSK દ્વારા જાળવી રાખવામાં આવ્યો છે. આ વર્ષની IPLમાં તે એમએસ ધોની કરતા વધુ પગાર લઈ રહ્યો છે પણ કંઈ કરી રહ્યો નથી. આ વર્ષે તે ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો છે, જેમાં તેણે મુંબઈ સામે 50 રન બનાવ્યા હતા. આ સિવાય, તેમના બેટમાંથી એક પણ ઇનિંગ એવી નહોતી જેને યાદ રાખી શકાય અને જેના કારણે ટીમ જીતવામાં સફળ રહી.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

આગળનો લેખ
Show comments