જિપલાઈન પર ઝૂલી રહ્યો હતો પર્યટક, નીચે ગોળીઓથી મરી રહ્યા હતા લોકો... પહેલગામ આતંકી હુમલાનો સૌથી ડરામણો વીડિયો
Pahalgam Terror Attack New Video: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા 22 એપ્રિલ 2025 ના રોજ થયેલ આતંકવાદી હુમલાએ આખા દેશને હલાવી નાખ્યુ છે. આ હુમલામાં 26 પર્યટકોના મોત થયા અને બીજા અનેક ઘાયલ થયા. જેમની હજુ પણ સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પહેલગામ આતંકે હુમલાનો સૌથી ખતરનાક વીડિયો સામે આવ્યો છે.
ચીસો પાડતા આમ-તેમ ભાગી રહ્યા છે પર્યટક
આ વીડિયોમાં એક પર્યટક જીપ લાઈન એડવેંચર કરતો દેખાય રહ્યો છે અને આ દરમિયાન ત્યા ફાયરિંગ થઈ જાય છે. જો કે આ પર્યટકને નીચે ચાલી રહેલ ગોળીબાર વિશે જાણ નથી. તે હસતા પોતાના વીડિયો રેકોર્ડ કરતો રહ્યો. આ વીડિયોમાં લોકો આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ બૂમો પાડવાનો અવાજ પણ સ્પષ્ટ રૂપે સંભળાય રહ્યો છે. આ પર્યટકને ખબર જ ન પડી કે નીચે શુ ચાલી રહ્યુ છે.
આતંકવાદીઓની બર્બરતાનો વીડિયો
વીડિયોને ધ્યાનથી જોતા જાણ થાય છે કે તે આતંકી નીચે બર્બરતા કરી રહ્યા છે. એક પર્યટક ગોળી વાગતા નીચે પડતો જોઈ શકાય છે. આ વીડિઓયો 22 એપ્રિલનો જ છે. જ્યારે આતંકવાદીઓ પર્યટકો પર અંધાધુંઘ ફાયરિંગ કર્યુ. જો કે સોશિયલ મીડિયા પર આ પહેલા પણ આતંકી હુમલાના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ રૂપે આતંકવાદીઓ ક્યાક બીજેથી ગોળીબાર કરતા જોઈ શકાય છે.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતે લીધા કેટલાક મોટા નિર્ણય
પહેલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિ (સીસીએસ)ની એક તત્કાલ બેઠક બોલાવાઈ. આતંકવાદીઓના આકા પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. ભારતે સિંધુ જળ સંધિ (1960) ને તત્કાલ પ્રભાવથી રદ્દ કરી દેવામાં આવી અને કહ્યુ કે આ સંધિ ત્યારે ચાલુ થશે જયારે પાકિસ્તાન સીમા પાર આતંકવાદને સમર્થન આપવુ બંધ કરશે.