ભારતની સખ્તાઈથી પાકિસ્તાનમાં દવાથી લઈને ખાદ્ય સામગ્રીની ભારે પરેશાની, ગરીબો પર વધશે મોંધવારીની માર
મંગળવાર 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓને 26 નિર્દોષ અને નિશસ્ત્ર પર્યટકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ આતંકી હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે. જ્યારબાદ સરકારે પડોશી દેશની આ હરકત વિરુદ્ધ અત્યાર સુધી અનેક કડક નિર્ણયો લઈ ચુકી છે. ભારતના નિર્ણયોથી લાલચોળ થયેલા પાકિસ્તાને પણ પોતાના હિસાબથી ભારત વિરુદ્ધ એક્શન લઈ રહ્યુ છે. ભારતે પાક્સિતાનનુ અટારી બોર્ડર બંધ કરી દીધુ છે. બંને દેશોને જોડનારા આ મુખ્ય રોડ બોર્ડરને બંધ કરવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ થઈ ગયો છે.
અમૃતસર સ્થિત અટારી બોર્ડ બંધ
પંજાબના અમૃતસરમાં સ્થિત અટારી બોર્ડર દ્વારા જ ભારત અને પાકિસ્તા વચ્ચે મોટાભાગના વેપાર થાય છે.
ભારતે અટારી સરહદ બંધ કર્યા પછી, પાકિસ્તાને પણ અમારી સાથે વેપાર બંધ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024 માં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર 127 ટકાના બમ્પર વધારા સાથે 1.2 અબજ ડોલર સુધી પહોંચ્યો. અન્ય દેશોની સરખામણીમાં આ આંકડા ખૂબ ઓછા છે, પરંતુ 2023 ની સરખામણીમાં આ ઘણું વધારે છે, કારણ કે 2023 માં બંને દેશો વચ્ચે માત્ર 0.53 અબજ ડોલરનો વેપાર થયો હતો.
વેપાર ૩ અબજ ડોલર સુધીનો હતો
2019 માં પુલવામા આતંકવાદી હુમલા પહેલા, બંને દેશો વચ્ચે $3 બિલિયન સુધીનો વેપાર હતો. ભારત મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ ઘટકો, ખાંડ, ચા, કોફી, કપાસ, લોખંડ, સ્ટીલ, ટામેટાં, મીઠું, ઓટોમોટિવ ઘટકો અને ખાતરો પાકિસ્તાનમાં નિકાસ કરે છે. બીજી તરફ, ભારત પાકિસ્તાનથી મસાલા, ખજૂર, બદામ, અંજીર, તુલસી અને રોઝમેરી વગેરેની આયાત કરે છે. બંને દેશો વચ્ચે વેપાર બંધ થવાને કારણે, પાકિસ્તાન યુએઈ, સિંગાપોર અને શ્રીલંકા જેવા અન્ય પડોશી દેશો દ્વારા ભારતીય માલની આયાત કરશે.
ગરીબો પર મોંઘવારી વધશે
અન્ય દેશો દ્વારા ભારતીય માલની આયાત કરવાથી તેમનો પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર આ માલના ભાવ પર પડશે અને પાકિસ્તાનમાં મૂળભૂત વસ્તુઓ મોંઘી થશે. જેની સીધી અસર પાકિસ્તાનના ગરીબ લોકો પર પડશે. નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાનના ફાર્મા ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે. તેની સરખામણીમાં, ભારત તેના પાડોશી પર ઓછું નિર્ભર છે.