Webdunia - Bharat's app for daily news and videos

Install App

MI vs RCB: આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવીને મેળવી સિઝનની ત્રીજી જીત

સોમવાર, 13 એપ્રિલ 2026 (00:48 IST)
MI vs RCB Highlights: IPL 2026 ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને RCB 18 રનથી જીતી ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા, જેનાથી મુંબઈને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું, 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 222 રન જ બનાવી શક્યું હતું. આ મેચમાં RCB તરફથી વિરાટ કોહલી, ફિલ સોલ્ટ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. RCB તરફથી ફિલ સોલ્ટે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરીએ તો, શેરફેન રધરફોર્ડે 31 બોલમાં સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 22 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. આ જીત બાદ, RCB ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
 
મુંબઈ તરફથી રધરફોર્ડની ફિફ્ટી
 
રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની જોડીએ 241 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ 32 બોલ પર અણનમ 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ, રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયા બાદ સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 1 અને હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. અંતમાં શેરફેન રધરફોર્ડે 31 બોલમાં 9 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
 
બેંગલુરુના ટૉપ-3 બેટર્સે ફિફ્ટી ફટકારી
 
ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા બેંગલુરુના ટૉપ-3 બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા હતા. આ ત્રણેય બાદ ટિમ ડેવિડે 16 બોલમાં 34 રન બનાવીને ટીમનો સ્કોર 240 રન સુધી પહોંચાડ્યો હતો.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

Sabarimala Temple સબરીમાલા મંદિર

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

આગળનો લેખ
Show comments