મંગળવાર, 5 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (07:31 IST)

આજનું ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (9-04-2018)

મેષ (અ,લ,ઈ) : આ દિવસ શાંતિથી પસાર કરવો. કોઈ સાથે ઝગડો ન કરવો. માનસિક શાંતિ રાખવી. પત્નીનું બગડેલું આરોગ્ય સુધરે. સાંજ પછી રાહત. મૌન રાખવાથી આ રાશિના જાતકોને ખૂબ શાંતિ પ્રાપ્ત થશે.

વૃષભ (બ,વ,ઉ) : વૃષભ જાતિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે. ક્યાંકથી આકસ્મિક લાભ થાય. વિદ્યાર્થીઓને રાહત થાય તેવા સમાચાર મળે. આ રાશિના જાતકો માટે આજના દિવસમાં કોઈ નાના મોટા પ્રવાસનું આયોજન થાય.

મિથુન (ક,છ,ઘ) : કારણ વગરની અથડામણ થાય. ઈચ્છવા ન છતાં કોઈ સાથે ઝઘડો થાય. તબીયત સાચવવી. પેટ દર્દમાં આકસ્મિક તકલીફ ઊભી થાય. આપના હાથે કોઈ ધર્મ કાર્ય થાય.

કર્ક (ડ,હ) : આ દિવસ ખૂબ આનંદમય પસાર થાય. કોઈ પણ જાતનાે ઉચાટ કે બેચેની રહે નહીં. ક્યાંકથી આનંદમય સમાચાર મળે. આ દિવસ આપને ખૂબ લાભ અપાવે તેવો પસાર થાય.

સિંહ (મ,ટ) : શરીરમાં અસ્વસ્થતા લાગે. બપોર પછી રાહત થાય. કોર્ટ-કચેરીના ચક્કરથી બચવું. નવા કાર્ય કે આયોજનની શરૂઆત થાય. ભૂતકાળમાં કરેલા કોઈ સારા કાર્યનો ફળ મળે.

કન્યા (પ,ઠ,ણ) : ખૂબ આનંદમય દિવસ પસાર થાય. નોકરિયાત તથા લગ્નોત્સુક માટે ક્યાંકથી આનંદના સમાચાર મળે. બપોર પછી મનગમતા મિત્ર સાથે મિલન મુલાકાત થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. આચારકૂચર ખાવું નહીં.

તુલા (ર,ત) : કોઈ વિજાતીય પાત્ર તરફથી શુભ સમાચાર મળે. કોઈ નાનાકડા પ્રવાસનું આયોજન થાય. અટકેલા કાર્ય ખૂબ ઝડપથી પાર પડે. નોકરીમાં બોસ તરફથી આનંદના સમાચાર મળે. ભૂતકાળમાં સેવેલું સ્વપ્ન ફળતું લાગે.

વૃશ્ચિક (ન,ય) : આ દિવસ આપના માટે ખૂબ શુભ છે. કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવવું નહીં. બગડેલું આરોગ્ય સુધરે. કોઈની સાથે નવા સંબંધ વિકસે. સ્ત્રીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહે.

ધન (ભ,ધ,ફ) : બહુ આનંદપૂર્વક દિવસ પૂર્ણ થાય. કોઈ પ્રવાસનું પણ આયોજન થાય. કોઈ ધર્મ યાત્રાએ જવાનું થાય. કોઈ સાથી પ્રવાસી સાથે કોઈ હિલ સ્ટેશને જવાનું થાય. તબિયત સાચવવી. સ્ત્રીઓએ થોડું આરોગ્ય સાચવવું.

મકર (ખ,જ) : આ દિવસ ખૂબ આનંદપૂર્વક વિતે. ન ધારેલા મિત્ર મળી જાય. ઘરમાં શાંતિ થાય. સ્ત્રી જાતકો માટે તબીયતને લગતી સમસ્યા ઊભી થાય. એકાદા નાનકડા પ્રવાસનું આયોજન થાય. સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળે.

કુંભ (ગ,શ,સ) : આ દિવસ આપના માટે ખૂબ કઠિન છે. તબિયત સાચવવી. કોઈના જામીન થવું નહી. પોલીસ તથા કોર્ટ-કચેરીથી બચવું. ઉપરી અધિકારી સાથેના સંબંધ બગડે નહીં તે જોવું. વિદ્યાર્થી મિત્રોએ કાળજીથી અભ્યાસ કરવો.

મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માછલીની જેમ ખૂબ ચંચળ સ્વભાવના હોવાથી પૂર્ણ થવા આવેલ કાર્ય પોતાના ચંચળ સ્વભાવને કારણે બગાડી મૂકે. બપોર પછી રાહત થાય તેમજ કોઈ આકસ્મિક લાભ થાય.