Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેબ્રુઆરી માસિક રાશિફળ 2020 - જાણો કેવો રહેશે પ્રેમનો આ મહિનો તમારે માટે

શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (18:19 IST)
મેષ - આ મહિને પ્રમોશનના યોગ બની રહ્યા છે. વડીલોને સલાહનો લાભ તમને મળી શકે છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા પણ તમને મળી શકે છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. મહિનાની વચ્ચે નવા કામની શરૂઆત કરી શકો છો. આ સમય તમે ઘર પરિવારની જવાબદારી નિભાવવામાં સફળ રહેશો. સરકારી કામ પૂરા થશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. જે આગળ જઈને તમારા કામ આવશે. મહિનાના અંતમા ફરવા જવાનો પોગ્રામ બનાવી શકો છો. તમારા વ્યવ્હારના વખાણ થશે. 
 
વૃષભ - મહિનાની શરૂઆતમાં ધન હાનિના યોગ છે. કોઈપણ દસ્તાવેજ પર સાઈન કરતા પહેલા જરૂર વાંચો. બિઝનેસમાં કોઈના પર વિશ્વાસ ન કરો. માતા પિતા સાથે લાગણી વધશે. ઓફિસમાં તમારી છબિ પહેલાથી સારી થશે.  બિઝનેસમાં કોઈ પરિચિતના માધ્યમથી કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. મહિનાની વચ્ચે કોઈ શુભ સમાચાર મળી શકે છે. નવી સંસ્થાઓ સાથે જોડવાની તક મળી શકે છે. મહિનાના અંતિમ દિવસમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે.  પોતાની વાણી પર નિયંત્રણ રાખો. વિરોધી તમને પરેશાન કરી શકે છે. કાયર્માં અવરોધ આવતા મન બેચેન રહેશે. 
 
મિથુન રાશિ - મહિનાનું પ્રથમ અઠવાડિયુ તમારે માટે લાભપ્રદ અને શુભ રહેશે. આ દરમિયાન આવકમાં વધારો. માન-સન્માનની પ્રાપ્તિ માટે સાથે કાર્યોમાં સફળતા પણ મળશે. પણ બીજા અઠવાડિયામાં બુધ તમારી રાશિથી આઠમાં ઘરમાં હોવાથી તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સાથે જ ઘરેલુ અને આર્થિક મામલામાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
 
કર્ક રાશિ - મહિનાના પ્રથમ ભાગમાં તમને માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસ મામલે બેદરકારીથી બચવુ પડશે. જેમના બાળકો છે તેમને બાળકો સંબંધી વિષયોને લઈને ચિંતા અને ભાગદોડ કરવી પડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં મનોરંજન, ભૌતિક સાધનોમાં તમારો રસ વધશે તેનાથી તમારો ખર્ચ પણ વધશે.
 
સિંહ રાશિ - આ મહિને તમને ખૂબ ભાગ દોડ કરવી પડી શકે છે અને ખર્ચ પણ વધશે. તમને સલાહ છે કે ક્રોધ અને વાણી પર કાબુ રાખો નહી તો પરિવારના સભ્યો સાથે તમને મનદુખ થઈ શકેછે. સારી વાત છે કે આ મહિને તમારી આવક પણ વધશે અને તમે તમારા સુખ સાધનો પર ખર્ચ કરશો. વિદ્યાર્થીઓને તેમને મહેનત અને લગનશીલતાનુ સારુ પરિણામ મળશે. સંતાન તરફથી ખુશી મળશે.
 
કન્યા રાશિ - તમારી રાશિથી ચોથા ઘરમાં બુઘ શુક્રનો સંયોગ આ મહિના માટે શુભ ફળદાયી રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. જેનાથી કાર્યક્ષેત્રમાં તેને તમને લાભ મળશે. તમારા અનેક રોકાયેલ કામ પુરા થઈ શકે છે. પણ અચાનક ખર્ચનો યોગ પણ બનેલો છે. સલાહ છે કે ખર્ચ પર કાબુ રાખો. બાળકોના મામલે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.\\
 
તુલા રાશિ - આ મહિનામાં આવક અને ધનના મામલે થોડી પરેશાની રહી શકે છે. બીજી બાજુ તમારી રાશિમાં મંગળની હાજરીના કારણે ક્રોધ પણ ખૂબ આવશે. આવામાં જો તમને તમારી વાણી અને ક્રોધ પર કાબૂ કરવાનો પ્રયાસ ન કર્યો તો અનેક લોકો સાથે તમારો મનમોટાવ થઈ શકે છે. 20 તારીખના રોજ મંગળમાં તમારી રાશિ ગયા પછી સ્થિતિ થોડી સારી થશે જેનાથી મહિનાનું અંતિમ અઠવાડિયુ રાહત ભરેલુ રહી શકે છે. 
 
વૃશ્ચિક રાશિ - મહિનાની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી બારમાં ઘરમાં હોવાને કારણે ગુંચવણ અને માનસિક પરેશાની વધશે. અનેક કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતમાં મંગળ તમારી રાશિમાં આવશે. ત્યારબાદથી સ્થિતિ સુધરશે. નવી યોજનાઓ પર કામ કરી શકો છો. સન્માન મળશે અને લાભની પ્રાપ્તિ થશે. 
 
ધનુ રાશિ - આ મહિને નિકટના સંબંધીઓ સાથે મનદુખ થઈ શકે છે. ભાગ્યસ્થાનમાં ગુરૂ રાહુ તમારા બનતા કાર્યોમાં અવરોધ ઉભો કરી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધર્મ-કર્મના મામલે તમારો રસ ઘટશે. પિતા અને વડીલોના સહયોગમાં ઘટાડો થશે. પારિવારિક ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે. 
 
મકર રાશિ - આવકમાં વધારો કરવના પ્રયાસમાં આ મહિનો સફળ થશે પણ ખર્ચ વધવાને કારણે આવક-ખર્હમાં સંતુલનનો અભાવ રહેશે. જે તમારુ બજેટ બગાડી શકે છે. પરિવારમાં પિતા સાથે મતભેદ કે કોઈ વાતને લઈને બોલચાલ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. 
 
કુંભ રાશિ - નોકરી વ્યવસાયમાં ગૂંચવણ અને પરેશાની કાયમ રહી શકે છે. સલાહ છે કે ભાગીદારીના કામમાં સાવધાની રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં રાશિ પર સૂર્ય કેતુ અને મંગળની દ્રષ્ટિથી માનસિક તણાવ વધશે. અકારણ ખર્ચ  વધશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
 
મીન રાશિ - આ મહિનો તમારે માટે મળતાવડો રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં ઘરમાં કોઈ ઉત્સવ થવાની શક્યતા છે. પણ નોકરી વ્યવસાયમાં વધુ મહેનત અને ભાગ-દોડ કરવી પડી શકે છે. મહિનાના અંતમાં કાર્યોમાં અવરોધ આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બન્યો રહેશે.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Petrol Diesel Purchase New Rule: હવે તમે આનાથી વધુ કિંમતે પેટ્રોલ અને ડીઝલ રિફિલ કરી શકતા નથી; નવા નિયમો વિશે જાણો

Monsoon Alert- આ તારીખે ચોમાસુ નિર્ધારિત સમય કરતા 5 દિવસ વહેલું આવી જશે. કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક સારા સમાચાર આપ્યા

દિલ્હીની રેખા સરકારે અઠવાડિયામાં બે દિવસ Work From Home કરવાની જાહેરાત કરી

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ

રેબીઝ ફ્રી અમદાવાદ-2030: 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરાશે, અત્યાર સુધીમાં 5,000થી વધુ શ્વાનોમાં ચીપ લગાવાઈ

આગળનો લેખ
Show comments