Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારગિલ વિજય દિવસ - 20 વર્ષ પહેલા જ્યારે ભારતીય સેનાના શોર્ય આગળ PAK આવ્યુ હતુ ઘૂંટણિયે

Updated: શુક્રવાર, 26 જુલાઈ 2019 (11:13 IST)
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી.  તે ભારતની જમીન પર કબજો કરવા માટે આગળ વધી રહ્યા હતા.  ત્યારે શરૂ થયુ કારગિલ યુદ્ધ.    કારગિલ વિજય દિવસને આજે પુરા 20 વર્ષ થઈ ગયા છે.  દરેક ભારતીય માટે 26 જુલાઈ ગર્વનો દિવસ છે. આ દિવસે ફક્ત ભારતીય સેના પાકિસ્તાની સૈનિકોને કારગિલ પરથી ખદેડવા ઉપરાંત એ પણ સાબિત કર્યુ કે ભારતની તરફ આંખ ઉઠાવનારાને ગંભીર પરિણામ ભોગવવુ પડશે. 
 
8 મે 1999થી શરૂ થયેલ કારગિલ યુદ્ધ 26 જુલાઈના રોજ ખતમ થયુ હતુ. 60 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ભારતે પોતાના અનેક વીર સપૂત ગુમાવ્યા પણ જવાનોએ ભારત માતાનુ શીશ ન નમવા દીધુ. આ ઓપરેશનમાં પાકિસ્તાન ઘુંટણિયે આવવા મજબૂર થયુ. પાક સેનાએ પોતાના 5000 જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.  પાકિસ્તાન 1998થી આ યુદ્ધની તૈયારી કરી રહ્યુ હતુ અને અચાનક જ ભારત પર હુમલો કરવા માંગતુ હતુ પણ ભારતીય જવાનોના અદમ્ય સાહસ અને વીરતા સામે પાકિસ્તાનના આ ઘુસણખોરો વધુ દિવસ સુધી ટકી શક્યા નહી. 
 
દ્રાસ અને કારગિલના વાતાવરણમાં આજે પણ શહીદ જવાનોની વીર ગાથાના કિસ્સા ગૂંજે છે જે શરીરમાં એક  કંપારી ઉભી કરે છે.  કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફે આ વાતને સ્વીકારી હતી કે આ લડાઈ પકિસ્તાની સેના માટે એક વિપદા સાબિત થઈ.  પાકિસ્તાનના આ યુદ્ધમાં 2700થી વધુ સૈનિક માર્યા ગયા હતા. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

પૂનમ ઢિલ્લો હોસ્પિટલમાં થઈ દાખલ, ડેંગૂની ચપેટમાં આવી અભિનેત્રી, જાણો હવે કેવી છે હાલત ?

Big Boss 20 - કોણ કોણ કરશે સલમાનના શો માં એંટ્રી ? રજત બેદીથી લઈને મેરી કૉમ સુધી, બિગ બોસ 20 ના આ 10 નામ પર થઈ રહી છે ચર્ચા

ગુજરાતી જોક્સ - મિત્ર: ભાઈ, તારા લગ્નને કેટલા વર્ષ થયા છે?

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળીઓ લો

ગુજરાતી જોક્સ - ગેસ પણ બંધ રહેશે

આગળનો લેખ
Show comments