કારગીલ યુદ્ધનો એક એવો યોદ્ધા જેણે પરમવીરચક્ર મેળવવા માટે જ આર્મી જોઈંન કર્યુ હતુ .. વાંચો તેમની વીર ગાથા..

kargil vijay diwas
Last Modified બુધવાર, 24 જુલાઈ 2019 (17:34 IST)
વિજય દિવસ એટલે 26 જુલાઈ 1999નો દિવસ ભારતીય ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોથી અંકિત છે. આ દિવસે કારગિલ ચોટીને ભારતીય સેનાના જાંબાજોએ પાકિસ્તાની ઘુસણખોરોને ભગાડીને મુક્ત કરાવ્યુ હતુ.  ઓપરેશન વિજયની 20મી વર્ષગાંઠ શુક્રવારે ઉજવાશે.  શહીદ જવાનોની શહીદીને યાદ કરવામાં આવશે.  કારગિલ યુદ્ધમાં અદમ્ય શૌર્ય અને સાહસનો પરિચય આપનારા આવા જ જાંબાજને નમન કરતી વિશેષ પ્રસ્તુતિ. 
 
સીતાપુરના કમલાપુરમાં જન્મેલા કારગિલ યુદ્ધના મુખ્ય નાયકોમાં સામેલ છે. તેમણે 4 મે 1999ના રોજ કારગિલમાં ભારતીય ચોકીઓને ઘુસપેઠ દ્વારા ખાલી કરાવવાની જવાબદારી સોંપી હતી.  તેઓ પાંચ નંબર પ્લાટનનુ નેતૃત્વ કરી રહ્યા હતા.  કૈપ્ટન પાંડેય બટાલિક સેક્ટરમાં દુશ્મનો પર જીત મેળવતા આગળ વધી રહ્યા હતા. તેમને ખાલબાર સુધી દરેક પોસ્ટ જીતવાનો ઓર્ડર હતો.  આ દરમિયાન તેમને ભયંકર ગોળીબારીનો સામનો કરવો પડ્યો. પણ તે આગળ વધતા ગયા. તેમને દુશ્મનોના ચાર બંકરોને ધ્વસ્ત કરી દીધા.  આ દરમિયાન તેઓ દુશ્મનની ગોળીના શિકાર થઈ ગયા. 
 
કેપ્ટન મનોજ પાંડેય લખનૌના એકમાત્ર સૈન્ય અધિકારી રહ્યા. જેમણે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. કેપ્ટન મનોજ ઉત્તર પ્રદેશ સૈનિક શાળામાં અભ્યાસ પૂરો કર્યા પછી રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાંથી 1997માં ગોરખા રાઈફલ્સમાં કમીશંડ થયા. પિતા ગોપીચંદ પાંડેય બતાવે છે કે પુત્રની શહીદી પર કેપ્ટન મનોજ પાંડેય સર્કલ બનાવ્યુ છે. 
 
મેળવવુ છે પરમવીર ચક્ર 
 
સર્વિસ સેલેક્શન બોર્ડનુ ઈંટરવ્યુ હતુ.  કેપ્ટન મનોજ પાંડેય સાથે ઈંટરવ્યુ કરનારે પુછ્યુ કે તમે સૈન્યમાં ભરતી થવા કેમ માંગો છો. જેના પર મનોજે તરત જ જવાબ આપ્યો હતો કે મને મેળવવુ ક છે અને તેમને આવુ કરી બતાવ્યુ.   દુર્ભાગ્યવશ આ સર્વોચ્ચ પુરસ્કારને ખુદ ગ્રહણ ન કરી શક્યા. તેઓ આ પહેલા જ કારગિલ યુદ્ધમાં શહીદ થઈ ગયા. 
 
જો મારી બહાદુરી સાબિત કરતા પહેલા મારી સામે મોત પણ આવી તો હુ તેને ખતમ કરી દઈશ. આ સોગંધ છે મારી


આ પણ વાંચો :