ઉબાડિયું એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડની પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે
500 ગ્રામ સુરતી પાપડી
500 ગ્રામ રતાળુ
500 ગ્રામ શક્કરિયાં
250 ગ્રામ બટાકા
250 ગ્રામ નાના રીંગણ
લીલો મસાલો -
3/4 કપ ધાણાની પેસ્ટ
3/4 કપ લીલા લસણની પેસ્ટ
1/3 કપ લીલા મરચાની પેસ્ટ
1/3 કપ આદુ ની પેસ્ટ
2 ટેબલસ્પૂન લીલી હળદરની પેસ્ટ
1/2 કપ સિંગદાણાનો ભૂકો
1/4 કપ તલ
4 ટેબલસ્પૂન ધાણાજીરુ
1 ટેબલસ્પૂન ગરમ મસાલો
3 ટીસ્પૂન અજમા
1 ટીસ્પૂન હિંગ
મીઠું સ્વાદાનુસાર
1/2 કપ તેલ
6 કોબી ના પાન
500 ગ્રામ ધાણા ની દાંડી, ફુદીનાની દાંડી અને લસણ નો વેસ્ટ
લીલી ચટણી -
2 ટેબલસ્પૂન ધાણા ની પેસ્ટ
2 ટેબલસ્પૂન લીલા લસણની પેસ્ટ
2 ટીસ્પૂન મરચાની પેસ્ટ
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1/2 ટીસ્પૂન લીલી હળદરની પેસ્ટ
20 ફુદીના ના પાન
1 ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું સ્વાદાનુસાર
મઠો (મસાલા છાશ) -
1 ટેબલસ્પૂન ધાણા ની પેસ્ટ
1 ટેબલસ્પૂન લીલા લસણની પેસ્ટ
1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
20 ફુદીનાના પાન
10 કરી પત્તા
1 ટીસ્પૂન જીરુ
મીઠું સ્વાદાનુસાર
3 કપ દહીં
બનાવવાની રીત
બધા શાકભાજીને લઈ તેને સારી રીતે ધોઈ છાલ કાઢી મોટા સમારો બટાકાને વચ્ચેથી ચાર કાપા પાડો અને તેના ટુકડા કરવા નહીં એક મોટું વાસણ લઇ તેમાં પાપડી હળદર આખું મીઠું અને તેલ મિક્સ કરી એક મિનિટ માટે મસળો પુરણ નો મસાલો લઇ તેને બટાકા માં ભરો, તેમાં પાપડી, સકરીયા રતાળુ મિક્સ કરો.
લીલા ધાણા, લીલું લસણ, આદુ, લીલી હળદર, શેકેલા લસણ નાખી ચટણી વાટી લેવી. રાતળું શક્કરીયા કાપી લેવા. બટાકા ને રવૈયા ની જેમ કાપી વચ્ચે ચટણી અને વાટેલા શીંગ દાણા નો પાઉડર મિક્સર કરી ભરી લેવા.
ત્યાર બાદ માટલા માં કલાડ ના પાન મૂકી તેમાં તૈયાર કરેલું શાક મૂકી માટલું કલાડ થી બરાબર પેક કરી લેવું... ખુલી જગ્યા માં માટલા ફરતે છાણા મૂકી તાપ કરવો.. માટલું ઊંધુ મૂકવું. આ શક્ય ના હોય તો ચૂલા પર માટલું મૂકી ને નીચે તાપ કરવો.. આ માટલાને ગેસ પર પણ મૂકી શકો.બધા જ શાકભાજીને 40 થી 45 મિનિટ માટે થવા દો અને બફાવા દો.ગરમા-ગરમ ઊંબાડિયું તૈયાર છે
ઉબાડિયા ને મઠા સાથે પીરસવામાં આવે છે. મઠો એટલે મસાલા છાશ. મઠો બનાવવા માટે મિક્સર જારમાં ધાણા ની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ફુદીનો, કરી પત્તા, મીઠું અને જીરું ઉમેરીને બધું વાટી લેવું. હવે એક વાસણમાં દહીં લઈ ને ફેંટી લેવું. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને બધું બરાબર હલાવી, પાણી ઉમેરીને મઠો બનાવી લેવો.
ગરમાગરમ ઉબાડિયા ને લીલી ચટણી અને મઠા સાથે પીરસવું.
|
બધા જ શાકભાજીને 40 થી 45 મિનિટ માટે થવા દો અને બફાવા દો. |