Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો
જીંદગીમાં તક તો સૌને મળે છે
પણ જીતે છે એ જ લોકો
જે ડર પર નહી પણ પોતાના
સપના પર વિશ્વાસ કરે છે...
તુ દોડતી જાય છે જીંદગી
અને મારાથી ચલાતુ પણ નથી
ધીમે ચાલ એ જીંદગી
સંબંધો અને સમાજને સાચવતા
હવે મને થાક લાગ્યો છે
દરેકના દિલમાં અનેક લાગણીઓ હોય છે
કેટલી હ્રદયને ગમતી તો
અને થોડીઘણી અણગમતી
લાગણીઓ જ તો આપણને મજબૂત કરે છે
દરેક લાગણીને સ્વીકારી ન શકો તો
ઓછામાં ઓછુ તેનુ માન રાખવુ છે
નાનપણમાં મળ્યા હોય
એજ સાચા મિત્રો એવું નથી
પણ જે મળે અને નાનપણ
પાછું મળી જાય
એજ સાચા મિત્રો
ભૂલથી પણ કોઈના દિલને ઠેસ
ન પહોચે એવી પ્રભુને પ્રાર્થના કરી છે
મારી પ્રાર્થનાને ફળીભૂત થતા જોવી છે
તો ધીમે ચાલ જીંદગી મારાથી થાકી જવાય છે
રેતીની જેમ સમય મુઠ્ઠીમાંથી સરકી જાય છે
આજે સાથે છીએ કાલની કોને ખબર છે
સમત સરકી જાય એ પહેલા સક્સેસ થવુ છે
અને સાથ આપનારાઓને પણ ખુશી આપવી છે