Daily Horoscope
✕

ગુજરાતી બાળવાર્તા - એકતામાં બળ

Updated: શુક્રવાર, 8 જૂન 2018 (13:26 IST)
મિત્રો આજે હું તમને જણાવીશ કે કેવી રીતે એકતામાં બળ હોય છે.
એક સમયની વાત છે કે કબૂતરોનુ એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યુ હતુ.  ભૂલથી આ ઝુંડ શિકાર શોધતા શોધતા  એક એવા પ્રદેશમાંથી પસાર થયુ જ્યા દુકાળ પડ્યો હતો. કબૂતરોનો સરદાર ચિંતિત થઈ ગયો કારણ કે કબૂતરો થાકી રહ્યા હતા. જલ્દી જ તેમને થોડા દાણા મળવા જરૂરી હતા. દળના યુવા કબૂતર સૌથી નીચે ઉડી રહ્યા હતા. ભોજન નજર આવતા જ તેમને બધાને સૂચના આપવાની હતી.  ઘણુ લાંબુ અંતર કાપ્યા પછી નીચે હરિયાળી જોવા મળી તો 
 
બધાને ભોજન મળવાની આશા બંધાઈ. યુવા કબૂતર વધુ નીચે ઉડવા લાગ્યા.  ત્યારે તેમને ખેતરમાં ઘણા બધા અનાજના દાણા વિખરાયેલા જોવા મળ્યા.   
તેમણે ઝંડના સરદારને કહ્યુ... કાકા નીચે એક ખેતરમાં ઘણા બધા દાણા વિખરાયેલા છે  આપણા બધાનુ પેટ ભરાય જશે...
 
સૂચના મળતા જ  આખુ દળ નીચે ઉતર્યુ અને દાણા ચણવા લાગ્યુ. વાસ્તવમાં તે દાણા પક્ષી પકડનારા એક શિકારીએ વિખેર્યા હતા. ઉપર ઝાડ પર તેણે જાળ લટકાવી હતી.. જેવા જ કબૂતર દાણા ચણવા લાગ્યા કે તેમના પર જાળ આવીને પડી.  બધા કબૂતર ફસાય ગયા.  બધા કબૂતર રડવા લાગ્યા કે આપણે બધા માર્યા જઈશુ.  પણ સરદાર કશુ વિચારી રહ્યા હતા.  એકાએક તેમણે કહ્યુ સાંભળો જાળ મજબૂત છે એ તો ઠીક છે પણ તેમા એટલી પણ શક્તિ નથી કે એકતાની શક્તિને હરાવી શકે.  આપણે આપણી શક્તિને એક કરીશુ તો મોતના મોઢામાંથી પણ બચી શકીએ છીએ.   તમે બધા ચાંચ વડે જાળને પકડો.. 
 
પછી હુ જ્યારે ફુર્રર્ર  કહુ તો એક સાથે જોર લગાવીને ઉડજો.. 
 
બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા જાળ ચાંચમાં પકડીને ઉડવાની તૈયારી રાખી.  એટલામાં જાળ  બિછાવનાર શિકારી આવતો જોવા મળ્યો.  જાળમાં 
 
કબૂતરોને ફસાયેલા જોઈને તેની આખો ચમકી ઉઠી અને તે ખુશીથી ઉછળતો જાળ તરફ દોડ્યો. તેને જોતા જ કબૂતરોના સરદારે કહ્યુ ફુર્રર્રર્ર બધા કબૂતર એક સાથે જોર લગાવીને ઉડ્યા તો આખુ જાળ હવામાં ઉપર ઉઠ્યુ અને બધા કબૂતર જાળને લઈને જ ઉડવા માંડ્યા. કબૂતરોને જાળ સહિત ઉડતા જોઈને શિકારી આશ્ચર્ય ચકિત થઈ ગયો.. અને જાળની પાછળ દોડવા લાગ્યો.  આટલી વજનદાર જાળ લઈને લાંબો સમય ઉડવુ શક્ય નહોતુ. સરદારે ઉપાય વિચાર્યો.  નિકટમાં જ એક પર્વત પર સરદારનો મિત્ર ઉંદર દર બનાવીને રહેતો હતો. કબૂતર પર્વત પર પહોંચતા જ સરદારનો સંકેત મેળવીને જાળ સહિત ઉંદરના દર નિકટ ઉતર્યા. 
 
સરદારે મિત્ર ઉંદરને સમગ્ર ઘટના સંભળાવી. ઉંદરે જાળ કાપીને તેમને આઝાદ કર્યા. સરદારે પોતાના મિત્ર ઉંદરનો આભાર માન્યો અને કબૂતરોનું ઝુંડ આઝાદીની ઉડાન ભરવા લાગ્યુ.. 

વધુ જુઓ..

લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં ગર્ભપાતની દવા ખવડાવી; અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

રાજકોટમાં પાણીનું ગંભીર સંકટ: આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું, દિવાળી પછી આકરો પાણીકાપ ઝીંકાય તેવી શક્યતા

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 32 તોલા સોનું પડાવ્યું

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, મહિલાઓ પ્રત્યેના વર્તનને લઈને કહ્યું, “તેઓ ગંદી વાતો કરે છે”

CJP નેતાઓને દિલ્હી હાઈકોર્ટમાંથી પરત લીધી જામીન અરજી, સૌરવ અને આશુતોષની વય સાંભળીને જજે કહ્યુ - તમે Gen Z નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

આગળનો લેખ
Show comments