Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

Updated: ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (15:24 IST)
Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિ ભરવાન શિવનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે.  આ દિવસે લોકો સમૂર્ણ મનથી ભગવાન શિવ ની પૂજા કરે છે અને તેમને મનપસંદ ઈચ્છા માંગે છે.  પરણેલી સ્ત્રીઓ માટે આ દિવસ ખાસ હોય છે. કારણ કે માન્યતા છે કે શિવરાત્રિ પર સાચા દિલથી કરવામા આવેલી પૂજા અને વ્રતથી પતિની વય લાંબી થાય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. આ વિશ્વાસને કારણે મહિલાઓ આ દિવસે કેટલાક ખાસ કામ કરે છે. જેથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા કાયમ તેમના પરિવાર પર બન્યો રહે.  
 

જાણી લો એ 7 કામ જે મહિલાઓએ શિવરાત્રી પર કરવા જોઈએ 

 
શિવરાત્રિ પર કરો વ્રત  પરિણીત મહિલાઓએ શિવરાત્રી પર ઉપવાસ કરવો જોઈએ. આ ઉપવાસ નિર્જલા કે ફળ ખાઈને પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપવાસ કરવાથી પતિનુ આયુષ્યને વધે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. ઉપવાસ દરમિયાન, તમારા મનને શાંત રાખો અને નકારાત્મક વિચારો ટાળો.
 

સવારે સ્નાન કરી સંકલ્પ લો 
 

શિવરાત્રીની સવારે  જલ્દી ઉઠીને સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો અને હાથમાં થોડુ જળ અને ફુલ લઈને તમારા પતિની લાંબી વય અને ઘરની ખુશીઓ માટે મનમાં જ સંકલ્પ લો. ભગવાન શિવ અને માતા પાર્વતીને યાદ કરો. 
 

શિવલિંગ પર જળ ચઢાવો 
 

શિવલિંગ પર જળ, દૂધ કે ગંગાજળ ચઢાવો. અભિષેક કરતી વખતે ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમને સમજ વધે છે.  
 

માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ ચઢાવો 
 

આ દિવસે માતા પાર્વતીને સિદૂર, બંગડી કે લાલ કપડુ જરૂર ચઢાવો. એવુ માનવામં આવે છે કે આનાથી સુહાગ હંમેશા સુરક્ષિત રહે છે અને પતિનુ વય વધે છે.  
 

શિવ અને પાર્વતીની કથા સાંભળો
 

શિવરાત્રી પર, શિવ અને પાર્વતીની કથા સાંભળો અથવા વાંચો. આનાથી ધીમે ધીમે વૈવાહિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
 

રાત્રે જાગરણ કરો 
 

જો શક્ય હોય તો, શિવરાત્રીની રાત્રે જાગરણ કરો  અને સ્તોત્રો ગાવ  અથવા શિવમંત્રોનો જાપ કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી  ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. 
 

ગરીબોની મદદ કરો
 

વ્રત પૂર્ણ કર્યા પછી, ગરીબ કે જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અથવા તમારી ઇચ્છા મુજબનું દાન કરો. દાન કરવાથી આશીર્વાદ મળે છે અને ભગવાન શિવના આશીર્વાદ કાયમ રહે છે.

વધુ જુઓ..

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ચીઝી નગેટ્સ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

પિતૃ પક્ષ 10 ઓક્ટોબર સુધી, પિતૃ પક્ષમાં બપોરે 12 વાગે કરવું જોઈએ પિતરો માટે ધૂપ ધ્યાન અને શ્રાદ્ધ કર્મ, જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી માન્યતાઓ

આગળનો લેખ
Show comments