Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર્સ ડે સ્પેશ્યલ - આવો કરીએ એક દિવસ મમ્મીને નામ-જાણો શું કરવું છે

Updated: ગુરુવાર, 7 મે 2020 (18:26 IST)
મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 12 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, તો પ્રયત્ન કરો કે 'મધર્સ ડે' પર માં માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે. બહુ નાના-નાના કામ છે જેને કરવાથી માંને ખૂબ સારુ લાગશે. જોઈએ તો ઘરના અન્ય સભ્યો કે પપ્પાની મદદ લો. આવો જોઈએ કે એવા કયા કામ છે જેને કરવાથી માં ને આ વાતનુ દિવસ પર સારુ લાગે. 
- સવારે જો પાણી આવવાનુ હોય તો મમ્મીને પાણી ભરવામાં મદદ કરો. 
- જમવાનુ બનાવવામાં માંની મદદ કરો, જેટલુ બની શકે એટલી. 
- ઘરમાં કચરા-પોતુ કરવાની જવાબદારી આજના દિવસે તમારી પર લઈ લો. 
- તમારા મિત્રોની સાથે મળીને મમ્મીને ફૂલ ભેટ આપો, અને મિત્રોની ઘરે જઈને તેમની મમ્મીને ફૂલ ભેટ કરો. 
- આજે પપ્પાની સાથે માંની મનપસંદની કોઈ વસ્તુ બજારથી લઈને તેમને આપો. 
- સાંજનુ જમણવાર મમ્મીની પસંદગીનુ બનાવો 
- જૂનો આલબમ કાઢીને મમ્મી સાથે થોડીવાર બેસો
- સાંજે મમ્મીની પસંદગીની કોઈ ફિલ્મ બધા સાથે મળીને જુઓ. 
- બની શકે સાંજે તેમને ક્યાંક ફરવા લઈ જાવ 
- મમ્મીની પસંદગીના ગીતો ભલે તમને ન ગમતા હોય તો એક દિવસ તેની સીડી વગાડો. 
- મમ્મીની કોઈ બહેનપણીને ફોન કરો અને તેમની વાત તમારી નાની (મમ્મીની મમ્મી) સાથે કરાવો. 
 
મમ્મી આખો વર્ષ તમારી ખુશીનો ખ્યાલ રાખે છે. આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુ. તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે. આ સિવાય તમારા મનથી કંઈક કરી શકો તો વધુ સારું. ખુશીનો આ બૂમરેંગ ચલાવી જુઓ તો ખરા.. તો પછી હેપી મધર્સ ડે ટુ ઓલ મોમ્સ... મમ્મા... માં... બા... આઈ.... અમ્મી... 

વધુ જુઓ..

ચોમાસુ વિદાય લે તે પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ, આજે દિલ્હીથી આસામ સુધી હવામાનની આગાહી; IMD નું લેટેસ્ટ અપડેટ!

ધોરણ 12 પછી આ કોર્સ કરો, સારી નોકરીની સાથે 50 હજાર રૂપિયાનો પગાર પણ મળશે

પતિએ હોટલનો રૂમ ખોલવા માટે દબાણ કર્યું, ડોક્ટર પત્ની બે પુરુષો સાથે શૌચાલયમાં મળી: વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

UPI પર ચાર્જ લગાવવાથી કોણે થશે મોટો ફાયદો... સરકાર, બેંક કે PhonePe-Paytm જેવા એપ્સ ? બધુ જાણો એક જ ક્લિકમાં

1 નવેમ્બરથી આ સૈનિકોને મળશે આજીવન મફત રેલ મુસાફરીની સુવિધા, જાણો કોને મળશે લાભ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments