બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By

માઁ ક્યારેય નથી બદલાતી

માઁ એક એવો સંબંધ, જેન ઉંમરની સાથે વધે છે કે ન તો સમયની સાથે વહે છે. માઁ તો ફક્ત માઁ જ હોય છે. - ફક્ત માઁ. કોઈ પણ વયમાં,એક વર્ષથી લઈને સો વર્ષ સુધી માઁ કદી પણ નથી બદલતી. સમય બદલે, સમાજ બદલે, સંસ્કૃતિ બદલે, પણ સદીઓથી માઁની વાર્તા નથી બદલાઈ, તેની ભૂમિકા નથી બદલાઈ. તેના પાલવમાં ઠંડક નથી આવી, આંખોની જ્યોતિ કદી નથી કુમળાઈ, તેમનુ દર્દ ઓછુ નથી થઈ. ટીસ ઓછી નથી થઈ.

માઁ કદી પણ એકલી નથી હોતી. એકલી હોવા છતાં એકલી નથી હોતી. બધા છોડીને જતા રહે છતાં તે કદી એકલી નથી હોતી. છોકરીનુ લગ્ન થઈ જાય, છોકરા પરદેશ જતા રહે, સંબંધો જરી જાય, તે યાદોમાં ડૂબીને બધા સાથે હોય છે. તેની આજુ બાજુ હવાની કિલકારીઓ ગૂંજતી રહે છે. ભણકારાઓથી આશાઓ જાગતી રહે છે. કદાચ આ જ છે માઁ ની જીંદગી.

માઁ ની દુનિયા અનોખી હોય છે. એક વિરલ સંસાર જ્યા માઁ અને બાળકો વચ્ચે કોઈ નથી હોતુ. માઁ ની કેમેસ્ટ્રી કદી બદલતી નથી. સિંહાસન પર બેસીલી મહારાણી પણ બાળકોને ઉંચકવા માટે નમે છે અને એક સામાન્ય ગૃહિણી પણ પોતાના બાળકોને સારામાં સારુ પાલન પોષણ કરવાના ભરપૂર પ્રયત્નો કરે છે.મમતાના અદભૂત સંસારમાં માઁ જ બધુ હોય છે. માઁ ના ખોળામાં બાળકો મોતથી પણ નથી ઘબરાતા. માઁ નો સંબંધમાં અપાર તાકત છે. તે આકાશના તારાઓને મુઠ્ઠીમાં ભરીને બાળકોના ખોળામાં નાખી શકે છે, અને બાળક માને છે કે માઁ મુઠ્ઠીમાં તારા ભરી લાવી છે. માઁ કહે તો બાળક કનૈયો બની જાય છે, અને માઁ કહે તો તે અર્જુન બનીને ઘનુષ ઉઠાવી શકે છે. માઁ તેને ક્ષણ ભરમાં રામ બનાવી શકે છે તો ક્ષણભરમાં કૃષ્ણ. માઁ તેને રોબિનહુડ બનાવી શકે છે તો માઁ તેને શોલે નો 'ગબ્બરસિંહ' પણ બનાવી શકે છે.

માઁ આંગળીઓ પર નાચે છે, માઁ બાળકોને આંગળીઓ પર નચાવે છે. તેની સાથે બાળકો ચંદ્ર અને તારાઓ પર ક્ષણમાં ફરી પણ આવે છે. ત્યાં વસી જાય છે. તેમણે બ્રહ્માંડની ઊંડી રહસ્યમય દુનિયાનુ બધુ રહસ્ય સમજાય જાય છે. માઁ શુ નથી કરી શકતી. બાળકો માટે દરેક રોગનો ઈલાજ માઁ છે. તે ભૂતોને ભગાવી શકે છે,ડાકણોને મારી શકે છે, બાળકોમાં શક્તિમાન જન્માવીને તેમણે આકાશમાં ઉડાવી શકે છે.

માઁ નો શબ્દ સંસાર વિરલ હોય છે. તે થોડીમાં જ બાળકોને જીવનમાં રામાયણ ઉતારી શકે છે. મહાભારત બનાવી શકે છે. તેમની વાર્તાના છેડા કયાય શરૂ થઈ શકે છે અને કયાં પૂરા પણ થઈ શકે છે. તેના સંવાદ નએ સમજવાના ભાવની ભૂમિ વિશાળ હોય છે. તોતડી ભાષામાં બોલાયેલા વાક્ય તેને ગીતાથી પણ વધુ ઉંડા અને વિશાળ લાગે છે. તેના આનંદનુ માપદંડ જુદુ હોય છે. માઁ વાર્તા કહે છે અને મા વાર્તા સાંભળે છે. - એની વાર્તાઓ સમયની સાથે જૂની થતી નથી કે બદલાતી નથી.

માઁ બાળકોને માટે બધુ જ હોય છે. તેના ખોળાથી મોટુ રક્ષા કવચ કોઈ નથી હોતુ. આ રક્ષા કવચમાં ન તો મોત હોય છે કે ન તો ભય હોય છે, ન તો પ્રતાડના થાય છે. એક સરળ સંસાર જે માઁ ને માટે તો કાયમ એક જેવો જ હોય છે, કાશ અમારે માટે પણ એવુ જ હોત....