બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By

ઐશ્વર્યા બોલિવૂડની સેલિબ્રિટી મધરમાં ટોપ સ્થાને

એક ઓનલાઈન સર્વે અનુસાર બચ્ચન બહુ ઐશ્વર્યા બોલિવૂડની સેલિબ્રિટી મધરમાં ટોપ સ્થાને આવી છે...જે સ્થાન હોલિવૂડમાં એન્જેલિના જોલી માણી રહી છે.

આ સર્વેમાં ઐશ્વર્યાને 54 ટકા વોટ મળ્યા હતાં જ્યારે બીજા ક્રમે આવેલી કરિશ્માને આઈડિયલ સેલિબ્રિટી મધર તરીકે 27 ટકા વોટ મળ્યા હતાં.

અભિષેક બચ્ચનની પત્ની એવી 38 વર્ષીય ઐશ્વર્યાએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો છે.

આ સર્વે મેટ્રિમોનિઅલ પોર્ટલ શાદી.કોમ દ્વારા કરાયો હતો. તેઓ જાણવા માંગતા હતાં કે કઈ બોલિવૂડ દિવામાં આદર્શ માતા બનવાના ગુણ છે અનેA શું ભારતીયોને પણ તે માતાના રોલમાં ફિટ લાગે છે કે નહીં.

બે અન્ય અભિનેત્રીઓ મલાઈકા અરોરા ખાન અને લારા દત્તાના નામ પણ આ સર્વેમાં સામેલ હતાં.

જ્યારે આ પ્રકારનો સર્વે હોલિવૂડમાં કરાયો ત્યારે એન્જેલિના જોલીને 67 ટકા વોટ મળ્યા હતાં.

સર્વેમાં આગળ ખુલાસો કરાયો હતો કે ભારતીયોને લાગે છે કે નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જ્યારે માતા બનશે ત્યારે આદર્શ માતા બનશે કારણ કે તેને 30 ટકા વોટ મળ્યા હતાં જ્યારે તેના પછી કરિના કપૂરનું નામ પણ સામેલ હતું.

વિતેલા સમયની જાણીતી અભિનેત્રી હેમા માલિની અને તેની દીકરી એશા દેઓલને 'સૌથી જાણીતી સેલિબ્રિટિ માતા-દીકરી'ની જોડીનો ખિતાબ મળ્યો હતો.

તેમને આ શ્રેણીના વોટિંગમાં 39 ટકા વોટ મળ્યા હતાં. તેના પછી 27 ટકા વોટ સાથે તનુજા અને કાજોલની જોડી આવી હતી. આ કેટેગરીમાં અન્ય જોડીમાં કરિના અને બબિતા કપૂર, સોહા અને શર્મિલા ટાગોર અને ટ્વિન્કલ ખન્ના અને ડિમ્પલ કપાડિયાનો સમાવેશ થાય છે.