ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By

માઁ.. એક સુખદ અનુભૂતિ

માઁ પોતાના દિવસની શરૂઆત ભલે ૐ અસ્ય શ્રી રામરક્ષા સ્ત્રોતં મંત્રસ્ય દ્વારા કરે કે વાહે ગુરૂ દી કૃપાથી કે લા ઈલ્લાહથી કે પછી ઓ ગોડથી કરે. તેની પ્રાર્થનામાં હંમેશા એક જ શીતળ જળ વહેતું હોય છે મારી સંતાન યશસ્વી થાય, દિર્ધાયું થાય, સંસ્કારી થાય, સફળ રહે અને હંમેશા વૈભવશાળી રહે. તેના રસ્તામાં કોઈ જ અવરોધ ન આવે. નિષ્કંટ, નિર્મળ અને ઉજળા રસ્તે તે ક્યારેય પણ થમી ન જાય, થાકી ન જાય, અને ઝુકી પણ ન જાય કે પછી કોઈ પણ અવસર ચુકે નહી. 

માઁ એક અનુભૂતિ, એક વિશ્વાસ એક સંબંધ અને એક નિતાંતપણું. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવાગતના ગુલાબી અવતરણ સુધી માસૂમ કિલકિલાહટથી લઈને કડવા બોલો સુધી મા કેટ કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ અને સહનશીલતાના કેટલા પ્રતિમાન રચે છે. કોણ જુએ છે? કોણ ગણે છે? ઋણ, આભાર અને કૃતજ્ઞતા જેવા શબ્દો તો અન્યને શોભે છે. માઁ તો પોતાની હોય છે એકદમ નજીક.

આપણે પોતે જેનો અંશ છીએ તેનું ઋણ કેવી રીતે ચુકવીએ? ઋણ ચુકવવાની કલ્પના માત્ર પણ ધૃષ્ટતા કહેવાશે. કેટલા અને કેવા કેવા આભાર છે તેના આપણી પર. કેવી રીતે તેને ચુકવી શકીશું? તમને પૃથ્વી પર લાવવા માટે કેટલી વેદનાથી તડપી રહી હતી તેનું કે ઋણ ચુકવશો કે અમૃતની બુંદોનું જેનાથી તમારી કોમળતાને પોષિત કરી તેનું?

સ્મૃતિઓનાં ખુબ જ નાના-નાના પરંતુ ઘણાં બધાં મખમલી ક્ષણો તેના મનના ખુણામાં સાચવીને રાખેલ છે. કોઈ મુલ્યવાન ધરોહરની જેમ કેવી રીતે જશો તમે?

કેટલી વખત નાની નાની લાતો તેની પર વાગી. કેટલી વખત તમે શું શું તોડ્યું, વેર્યું અને તેણે ભેગુ કર્યું. કેટલી વખત મનાવ્યા બાદ ઉંદરની જેમ તમે ચોખાના ચાર દાણા ચુગતાં હતાં અને તમારી ભુખને લીધે તે વ્યાકુળ થઈ જતી હતી. શું તમને યાદ છે તે સુહાની સંધ્યા જ્યારે દિવા બત્તીના સમયમંત્ર, શ્લોક અને સ્તુતિયોના માધ્યમથી તમારા સુકોમળ હૃદય ધરા પર તે સંસ્કાર અને સૌમ્યતાના બીજ રોપતી હતી. તમે કદાચ તે નહી ભુલ્યા હોય તમારી તે માંગોને અને નખરાઓને જેને તે તેની આંખો પર સજાવીને રાખતી હતી.

યાદ કરો તમારા કોઈ સામાન્ય તાવને પણ. દૂધની ઠંડી ભીની પટ્ટીઓ, તુલસીનો કાઢો, અમૃતાંજન, નારિયેળના તેલમાં મહેકતું કપૂર, અને માઁની ચિંતાતુર આંગળીઓ. ચુકાવી શકશો તે મહેકતી ભાવુક ક્ષણોનું મુલ્ય.

માઁને ઈશ્વરે સૃજનશક્તિ આપીને એક વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે. એક અઘોષિત અવ્યક્તવ્યવસ્થા પરંતુ તેનું પાલન દરેક માઁ કરી રહી છે. પછી ભલે ને તે કપિલા ધેનું હોય, નાની ચકલી હોય કે વનરાજ સિંહની અર્ધાંગીની.