મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By

'મધર્સ ડે' : મલ્લિકા મિસ કરી રહી છે મમ્મીના હાથના પરાઠાં

પોતાના બોલ્ડ ઓનસ્ક્રિન અવતાર માટે જાણીતી એક્ટ્રેસ મલ્લિકા શેરાવત કહે છે કે તેની મમ્મીના હાથના બનેલા આલુના પરાઠાને સૌથી વધુ મિસ કરે છે.


મલ્લિકાએ કહ્યુ હતું કે, "હું અને મારો ભાઈ ઘણા બધા દેશી ઘી સાથે મમ્મીએ બનાવેલા આલુ પરાઠા ખાતા હતાં." જો કે, હવે મલ્લિકા મોટા ભાગે લોસ એન્જલસમાં રહેતી હોવાને કારણે મમ્મીના હાથના પરાઠા નથી ખાઈ શકતી.

13મી માર્ચના રોજ આવનારા મધર્સ ડે માટે મલ્લિકા આ અને આ સિવાયની ઘણી વાતો વીડિયો બ્લોગ દ્વારા શેર કરશે જે રવિવારે લાઈવ થશે. તેણે આ બ્લોગમાં પ્રેમ, તોફાન, તહેવારો અને બીજી ઘણી વાતો કરી છે.

'ખ્વાઈશ' ફિલ્મ દ્વારા કારકીર્દિ શરૂ કરનાર મલ્લિકા આઈટમ સોન્ગ સિવાય છેલ્લે 'ડબલ ધમાલ' ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે 'ધ મિથ' અને 'પોલિટિક્સ ઓફ લવ' જેવી આંતરરાષ્ટ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.