સંબંધિત સમાચાર
- સરકારી હોસ્પિટલના ડોક્ટર અને સરકાર પર વિશ્વાસ ન હોવાનુ જણાવી હાર્દિક પટેલને SGVP હોસ્પિટલ ખસેડાયો
- હાર્દિક પટેલને તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
- હાર્દિકે પારણાં અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ
- સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં કોંગ્રેસના 24 કલાકના ઉપવાસ, હાર્દિકના સમર્થનમાં વધારો
- આજે હાર્દિકના પારણા થવાની શક્યતા, ખોડલધામના નરેશ પટેલ હાર્દિકને પારણાં કરવા મનાવશે
હાર્દિક પટેલને શરદ યાદવે પાણી પીવડાવ્યું, ખબર પૂછવા રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલાઈઝ્ડ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું હતું. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું. અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે.
