1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (11:41 IST)

સરકારી હોસ્પિટલના ડોક્ટર અને સરકાર પર વિશ્વાસ ન હોવાનુ જણાવી હાર્દિક પટેલને SGVP હોસ્પિટલ ખસેડાયો

સરકારી હોસ્પિટલ
14 દિવસથે ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત લથડતા તેમને સ્વૈચ્છિક રીતે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમનુ હેલ્થ બુલેટિન જાહેર કરતા હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનુ જણાવ્યુ હતુ. :સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સરકાર પર વિશ્વાસ ન હોવાનું દર્શાવીને  હાર્દિક પટેલે સોલા સિવિલમાં સારવાર લેવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ પાસ સમિતિ દ્વારા તેને એસજી હાઈવે પર આવેલી એસજીવીપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
 
ઉપવાસના 14માં દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી જતાં તેને તાબોડતોડ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરકારને આપેલા અલ્ટિમેટમ પૂર્ણ થતાં હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યો હતો બાદમાં તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ લઈ જવાયો છે. હાર્દિકના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા પોલીસ એલર્ટ છે.