બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (12:14 IST)

ભાજપ સરકાર સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરી રહી છે : લોકો લૂંટાઇ રહ્યાં છે

ગુજરાતમાં તબીબી સારવાર મેળવવી મોંઘી બની રહી છે તેનુ કારણ એછેકે, એક તરફ, સરકારી હોસ્પિટલો ડૉક્ટરો વિના રામભરોસે ચાલી રહી છે તો,બીજી તરફ,ખાનગી હોસ્પિટલો ગરીબ દર્દીઓને ખુલ્લેઆમ લૂંટી રહી છે. એક રિપોર્ટ અનુસાર,ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં દર્દી ખાનગી હોસ્પિટલમા દાખલ થાય તો,તેને રૃા.૩૨,૫૦૪ ખર્ચ કરવો પડે છે જયારે,શહેરમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવે તો,તેને રૃા.૨૬,૪૦૨ ખર્ચ કરવો પડે છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોની દશા એવી છેકે,પુરતા ડૉક્ટરો જ નથી.સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોનો તો ભારોભાર અભાવ છે.પુરતા તબીબી સાધનો ય નથી.આ સંજોગોમાં ગામડાના દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવવા મજબૂર થવુ પડે છે.

ગામડામાં દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો,દવા-સારવાર પાછળ રૃા.૨૯,૯૫૪ ખર્ચવા પડે છે જયારે ભોજન સહિત અન્ય ખર્ચ માટે રૃા.૨૫૫૦ ખર્ચવા પડે છે. શહેરમાં દર્દીને સારવાર-દવા માટે રૃા.૨૩,૧૬૫ જયારે ભોજન સહિત અન્ય ખર્ચપેટે રૃા.૩૨૩૭ ખર્ચ કરવા પડે છે. ટૂંકમાં,શહેર કરતાં ગામડામાં ખાનગી હોસ્પિટલની સારવાર મોંઘી બની છે. જયારે શહેરમાં ભોજન સહિતનો ખર્ચ વધુ કરવો પડે છે. રાજય આરોગ્ય વિભાગ જ હવે સરકારી હોસ્પિટલોને ચલાવવા જાણે અસક્ષમ હોય તેમ,સંસ્થા-ખાનગી કંપનીઓને ચલાવવા આપી દેવા પેરવી થઇ રહી છે. આમ,ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટયો છે અને ગરીબ દર્દીઓને માંદગીમાથી મુક્તિ મેળવવા હજારો ખર્ચવા મજબૂર બની રહ્યાં છે.