સંબંધિત સમાચાર
- Vat Savitri Purnima 2025: આ દિવસે ઉજવાશે વટ સાવિત્રી પૂર્ણિમા, જાણો પૂજા નિયમ અને શુભ મુહુર્ત
- Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ
- Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે
- Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ
- અંબાજી મંદિરમાં હોલિકા દહન ક્યારે થશે? ફાલ્ગુન પૂર્ણિમા બે ભાગમાં વહેંચાયેલી
Vat Savitri Purnima 2025 date: 10 કે 11 જૂન…વટ સાવિત્રી પૂર્ણિમા ક્યારે છે ? એક ક્લિક માં દૂર કરો કન્ફ્યુજન
vat savitri vrat
Vat Savitri Purnima 2025 date and puja vidhi: સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનુ ખાસ મહત્વ છે. જેઠ મહિનામાં આવનારી પૂર્ણિમાને વટ સાવિત્રી પૂર્ણિમા કહે છે. ઉત્તર ભારતમાં આ વ્રત જેઠ અમાસના દિવસે વટ સાવિતી વ્રત કરવામાં આવે છે. તો બીજી બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત કરવામાં આવે છે. પરંતુ આ વખતે જેઠ પૂર્ણિમા તિથિ બે દિવસ આવી રહી છે. આવામાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત અને જેઠ પૂર્ણિમા વ્રતને લઈને કન્ફયુજન ની સ્થિતિ છે.
વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત ક્યારે છે ?
વૈદિક પંચાગ મુજબ જેઠ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 10 જૂનના રોજ સવારે 11 વાગીને 35 મિનિટ પર થશે તો બીજી બાજુ તિથિનુ સમાપન 11 જૂનના રોજ બપોરે 1 વાગીને 13 મિનિટ પર થશે. આવામાં જેઠ મહિનાની પૂર્ણિમા તિથિનુ વ્રત 10 જૂનના રોજ કરવુ યોગ્ય માનવામાં આવી રહ્યુ છે.
વટ સાવિત્રી પૂર્ણિમા પૂજા વિધિ
વટ પૂર્ણિમાના દિવસે, પરિણીત મહિલાઓ પૂજા માટે બે વાંસની ટોપલીઓ લે છે, જેમાંથી એકમાં સાત પ્રકારના અનાજ હોય છે અને તેને બે કપડાથી ઢાંકવામાં આવે છે. બીજી ટોપલીમાં મા સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને ધૂપ, દીવો, ચોખા, કુમકુમ, સૂતરનો દોરો વગેરેથી પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન, પરિણીત મહિલાઓએ વટના ઝાડ પર નાડાછડી, કુમકુમ, હળદર લગાવવી જોઈએ અને તેની આસપાસ કાચો દોરો વીંટાળવો જોઈએ અને વટના ઝાડની 7, 11 કે 21 વાર પરિક્રમા કરવી જોઈએ. આ સાથે, દીવો પણ પ્રગટાવવો જોઈએ. પૂજા પછી, મહિલાઓએ સાવિત્રી અને સત્યવાનની વાર્તા સાંભળવી જોઈએ. આમ કરવાથી, ઉપવાસ કરતી મહિલાઓને અખંડ સૌભાગ્યનું આશીર્વાદ મળે છે.