Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મહારાષ્ટ્રમાં CM ફડણવીસે લીધો મોટો નિર્ણય, 265 તાલુકામાં દુષ્કાળ જાહેર, ચપેટમાં 75 ટકા રાજ્ય

Updated: શનિવાર, 26 સપ્ટેમ્બર 2026 (12:57 IST)
Maharashtra Drought
મુંબઈ મહારાષ્ટ્રમાં  CM દેવેન્દ્ર ફડણવીસે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના 265 તાલુકામાં દુકાળ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રિગર-1 લાગૂ થતા 265 તાલુકામાં  દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના 358 માંથી 265 તાલુકામાં  દુષ્કાળ, એટલે કે લગભગ 75 ટકા મહારાષ્ટ્રમાં  દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે.  
ALSO READ: ભાવનગરને ₹738 કરોડના વિકાસકાર્યોની ભેટ: કલેક્ટર કચેરીનું લોકાર્પણ અને CMનો માનવીય અભિગમ ચર્ચામાં

દુકાળને લઈને વિવિધ ઉપાયોની જાહેરાત 

 
જમીન મહેસૂલ માફી
પાક લોન પુનર્ગઠન
કૃષિ લોન વસૂલાત પર રોક 
કૃષિ પંપ માટે વર્તમાન વીજળી બિલ માફી
7.5  હોર્સપાવર સુધીના કૃષિ પંપ માટે વીજળી બિલ પહેલાથી જ માફ કરવામાં આવ્યા છે; હવે વધુ ક્ષમતાવાળા પંપને પણ માફી મળશે.
શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માફી.
રોજગાર ગેરંટી યોજનાના નિયમોમાં છૂટછાટ આપીને વધુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
જ્યાં જરૂર હોય ત્યાં પીવાના પાણીના ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા ગામોમાં ખેડૂતોના કૃષિ પંપ સાથે વીજળી જોડાણ કાપવામાં આવશે નહીં.
ખેતી પર નિર્ભર ખેડૂતો અને ખેતમજૂરોને અનાજ પૂરું પાડવામાં આવશે.
પશુઓના ચારા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
મોટા પાયે જળ સંરક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.
પીવાના પાણી અને પશુઓના પાણી માટે આયોજન અગાઉ જારી કર્યા મુજબ ચાલુ રહેશે.
તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પંચનામા પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને GPS સ્થાનોનો રેકોર્ડ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ALSO READ: યૂએન માં શહબાજ શરીફનાં ભાષણ પર ભારતનો પલટવાર, પેટલ ગહલોતે ઉડાવી દીધી, પાકિસ્તાનનાં દાવોની ધજ્જીઓ

કોઈ રાજ્યમાં દુષ્કાળ કેમ જાહેર કરવામાં આવે છે  ?

 
ભારતમાં જ્યારે કોઈ રાજ્યમાં  દુષ્કાળ પડે છે તો એ રાજ્યની સરકાર  દુષ્કાળની જાહેરાત કરે છે.  આ મામલે કેન્દ્ર સરકાર ફક્ત રાજ્યને દિશા નિર્દેશ આપી શકે છે.   દુષ્કાળ જાહેર કરવા પાછળ અનેક કારણ હોઈ શકે છે, જેમા વરસાદની કમી, ખેતીને નુકશાન, પાણીનુ સંકટ અને સામાન્ય લોકોના જીવન પર ગંભીર અસરનો સમાવેશ છે. 
 
દુષ્કાળનું સૌથી સામાન્ય કારણ વરસાદનો તીવ્ર અભાવ છે, જે ખેતીને અસર કરે છે. વધુમાં, દુષ્કાળનું સૌથી મહત્વપૂર્ણ કારણ સામાજિક-આર્થિક પરિબળો છે. રોજગારની શોધમાં લોકોનું સ્થળાંતર ખોરાકની અછતનું કારણ બને છે. આ બધા પરિબળો દુષ્કાળમાં ફાળો આપે છે.
 
આ પહેલા ફડણવીસ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે મરાઠી સીખવાના વિવાદ પર CM ફડણવીસનુ નિવેદન સામે આવ્યુ હતુ અને તેણે કહ્યુ હતુ કે ભાષાના આધાર પર અન્યાય નહી થાય.   

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments