Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka Violence- કર્ણાટકના હુબલીમાં પણ દિલ્હીના જહાંગીરપુરી માફક હિંસા ફાટી નીકળી

રવિવાર, 17 એપ્રિલ 2022 (18:14 IST)
ઉત્તર કર્ણાટકના હુબલી શહેરમાં છેડછાડ કરીને અપલોડ કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકો રસ્તે ઊતરી આવ્યા હતા. ભીડને શાંત કરાવવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
 
ઉગ્ર ભીડને શાંત કરાવતી વખતે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. આ દરમિયાન ભીડે પોલીસના વાહનમાં પણ આગ લગાવી હતી.
 
આ ઘટના શનિવારે રાત્રે નમાજ બાદ બની હતી. નમાજ બાદ કેટલાક લોકોનું ટોળું જૂના શહેરના પોલીસમથક સામે આવીને એકત્ર થયું હતું. ભીડને વેરવિખેર કરવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
 
હુબલી પોલીસે બીબીસી હિન્દીને જણાવ્યું, "એક ધાર્મિક સ્થળને અપવિત્ર કરવા બાબતનો મૉર્ફ્ડ વીડિયો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોને લઈને લોકોમાં નારાજગી છે અને તેમણે આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી."

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું એટલો ખુશ કેમ

ગુજરાતી જોક્સ- ઊંઘની ગોળી

ગુજરાતી જોક્સ - 10 રૂપિયા ઉધાર

ગુજરાતી જોક્સ - કેટલો પ્રેમ કરું છું

શિલ્પા શિંદેની કબૂલાત મોંઘી સાબિત થઈ; AICWA નિર્માતા સામે ખોટા આરોપોના કેસમાં પ્રવેશ કરે છે, CM ફડણવીસને તાત્કાલિક અપીલ કરે છે

આગળનો લેખ
Show comments