માત્ર 14 મહિનાના યશસ્વીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો સૌથી નાની ઉંમરનો 'ગૂગલ બોય'
માત્ર 3 જ મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખીને યશસ્વી મિશ્રાએ રેકોર્ડ સર્જ્યો છે. આ સાથે જ યશસ્વી દેશનો સૌથી નાનો ઉંમરનો અને વિશ્વનો બીજો 'ગૂગલ બોય' બની ગયો છે.
યશસ્વીએ માત્ર 14 મહિનાની ઉંમરમાં જ આ કારનામુ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હવે યશસ્વી 194 દેશોના નેશનલ ફ્લેગ ઓળખવાનો નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
મૂળે મધ્ય પ્રદેશના રીવા શહેરના રહેવાસી સંજય મિશ્રા અને શિવાની મિશ્રાનો 14 મહિનાનો દીકરો યશસ્વી વિલક્ષણ અને અસાધારણ પ્રતિભા ધરાવે છે. આ પ્રતિભાના કારણે જ યશસ્વી દેશનો સૌથી નાની ઉંમરનો પ્રથમ ગૂગલ બોય બની ગયો છે.