Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દેશના નામે રાત્રે 8.30 વાગે પીએમ મોદીનુ સંબોધન, મહિલા અનામત કાયદા પર બોલવાની શક્યતા

Updated: શનિવાર, 18 એપ્રિલ 2026 (17:31 IST)
pm modi address to Nation
 મહિલા અનામત બિલ પર ચર્ચા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે  8:30 વાગે દેશને સંબોધિત કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીએમ મહિલા અનામત બિલ પર બોલી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે લોકસભામાં નારી શક્તિ વંદન બિલ પાસ થઈ શક્યુ નહોતુ.  12 વર્ષમાં પહેલીવાર એવુ થયુ છે કે મોદી સરકારના રાજમાં કોઈ બિલ વિપક્ષે પાડી દીધુ હોય.   
 

વિપક્ષના વ્યવ્હારથી નારાજ પીએમ મોદી 
 

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાવુક અને ગુસ્સે ભરાયા હતા કારણ કે વિપક્ષે ગઈકાલે મહિલા અધિકારોના સમર્થનમાં બિલ પસાર થવાથી અટકાવ્યું હતું. સંભવ છે કે પીએમ મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેમાં તેઓ નારી શક્તિ વંદન કાયદા પર વાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે મહિલા અનામત બિલને સમર્થન ન આપીને ભૂલ કરી છે. હવે તેમને ભોગવવું પડશે. પીએમ મોદીએ આ સંદેશ દરેક ગામમાં લઈ જવાની વાત કરી. તેમણે કહ્યું કે વિપક્ષે દેશની મહિલાઓને હરાવી દીધી છે. વિપક્ષે મહિલાઓને જવાબ આપવો પડશે. આ વાત દરેક વ્યક્તિ, દરેક ગામ સુધી લઈ જવી પડશે.
 

બધા સાંસદોને પીએમ મોદીએ કરી અપીલ 
 

ગઈકાલે, મહિલા અનામત બિલ પર સાંસદોને અપીલ કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું હતું કે, "હું બધા સાંસદોને કહેવા માંગુ છું કે તેઓ તેમની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને યાદ કરતી વખતે તેમના અંતરાત્માની વાત સાંભળે. દેશની મહિલાઓની સેવા અને સન્માન કરવાનો આ એક શ્રેષ્ઠ અવસર છે. તેમને નવી તકોથી વંચિત ન રાખો. જો આ સુધારો સર્વાનુમતે પસાર થઈ જાય, તો દેશની મહિલાઓ વધુ સશક્ત બનશે. દેશનું લોકશાહી મજબૂત બનશે. આવો, આજે સાથે મળીને ઇતિહાસ રચીએ. ભારતની મહિલાઓ, દેશની અડધી વસ્તીને, તેમના અધિકારો આપીએ."
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

આગળનો લેખ
Show comments