Biodata Maker
✕

લંચ હોય કે ડીનર બનાવો ચિકન મસાલા

Updated: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (23:10 IST)
chicken masala
જો તમને પણ ચિકન ખાવાનું ગમતું હોય તો તમને આ ચિકન મસાલાનો સ્વાદ ગમશે. તેને તમે ઓછા સમયમાં સહેલાઈથી બનાવી શકો છો. 
 
સામગ્રી 
1/2 કિલો ચિકન
4 ડુંગળી (ઝીણી સમારેલી)
2 ટામેટાં (બારીક સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1 ટીસ્પૂન જીરું પાવડર
5 કાળા મરી
3-4 એલચી
1 નંગ તજ
1 ટીસ્પૂન જીરું
2 લવિંગ
2 તમાલપત્ર 
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
1 કપ તેલ
1 કપ પાણી
 
બનાવવાની રીત 
 
- સૌ પ્રથમ આખા મસાલાને મિક્સરમાં નાખીને બારીક વાટી  લો.
- ત્યારબાદ ચિકનના ટુકડાને સારી રીતે ધોઈ લો અને કિચન પેપર વડે પાણીને સૂકવી લો.
- હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મુકો અને તેને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મસાલા, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને એલચી નાખીને 15-20 સેકન્ડ માટે ફ્રાય કરો.
- આ પછી તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
હવે તેમાં ટામેટા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો.
હવે તેમાં ચિકનના ટુકડા અને મીઠું નાખીને 5-7 મિનિટ પકાવો.
આ પછી, એક કપ પાણી ઉમેરો, પેનનું ઢાંકણું બંધ કરો અને ચિકનને 20 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
- નિર્ધારિત સમય પછી ફ્લેમ બંધ કરી દો.
- તૈયાર છે ચિકન મસાલો. લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

વધુ જુઓ..

મોટોરોલા એક સસ્તા ફોન સાથે ધમાલ મચાવશે, જેમાં 7,000mAh બેટરી, 144Hz ડિસ્પ્લે અને 50MP કેમેરા હોવાની શક્યતા છે.

પહેલા સોનુ ન ખરીદવાની સલાહ, હવે બચતની ચેતાવણી - 2027 ના મોટા સંક ટ પ હેલા શુ સંકેત આપી રહ્યા છે પીએમ મોદી ?

મથુરામાં બનેવીનો કરોડોનો પ્રેમ ! બે સાળાઓને પહેરાવી એક-એક કરોડના નોટોની માળા, વાયરલ વીડિયોમાં મચી હલચલ

Bisleri Controversy: દુનિયામાં પાણી વેચનારી પહેલી કંપની કંઈ હતી ? Bisleri વિવાદ વચ્ચે જાણો સ્ટોરી ?

સોનાના ભાવમાં એક જ ઝટકામાં 3,100 રૂપિયાનો વધારો, ચાંદીના ભાવમાં 3,800 રૂપિયાથી વધુનો વધારો - આજના નવીનતમ ભાવ તપાસો

વધુ જુઓ..

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 નવેમ્બર, 2026

કાર્તિક પૂર્ણિમા પર રાશિ મુજબ કરો શ્રી કૃષ્ણ મંત્રોનો જાપ, આર્થિક અને પારિવારિક જીવનમાં મળી શકે છે શુભ ફળ

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments