Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતભરમાં રસીના 100 કરોડ ડોઝ લગાવવાની સફળતા બાદ ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (09:59 IST)
ભારતમાં કોરોના મહામારી સામે સુરક્ષા કવચ સમાન રસીકરણના મહાઅભિયાન અંતર્ગત 100 કરોડ ડોઝનું લક્ષ્ય પાર પડ્યું. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાત રાજ્યમાં રસીના 100 કરોડ ડોઝ લગાવાયાની સિદ્ધિને ધ્યાનમાં રાખીને વિવિધ ઓફર્સ રજૂ કરવામાં આવી તો અનેક સ્થળે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.
 
ગુજરાતમાં આ સંદર્ભે જૂનાગઢ, પાવાગઢ, હાલોલ તથા અંબાજીમાં ફુલી વેક્સિનેટેડ લોકો માટે ખાસ ઓફર રજૂ કરાઈ છે. જેમાં લોકોને રોપવેમાં મફત સવારીની તક મળશે. જ્યારે ગુજરાતના અમદાવાદના મણીનગરમાં પીએમબીજેપી સ્ટોર દ્વારા ફુલી વેક્સિનેટેડ લોકોને મફત મેડિકલ કિટ આપવામાં આવી તો કોરોના વોરિયર્સ કે જેમણે 100 કરોડ ડોઝ લગાવવામાં મદદ કરી તેમના સન્માનમાં દીપક સાથે રંગોળી ભેટ આપવામાં આવશે.
આમ, સુરતની વાત કરીએ તો અહીં ગોપીનાથ સોસાયટી, મોટા વરાછામાં ફુલી વેક્સિનેટેડ હોય એવા પ્રથમ 100 લોકોને મફત લોચો ડિશ આપવામાં આવશે. જ્યારે ગાંધીનગરના અડાલજમાં એએસઆઈ સ્મારક વાવને રોશનીથી શણગારવામાં આવશે. આસ્ટોડિયા ગેટ સ્મારક, ત્રણ દરવાજા, કોટાડાની સાઈટ, મોઢેરાના સૂર્ય મંદિરને રોશનીથી શણગારવામાં આવશે તો પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પર પણ રોશની કરવામાં આવશે.
 
આશાવર્કર બહેનો અને ફીમેલ-મેલ હેલ્થર વર્કરોએ ગગનમાં ૧૦૦ ફુગ્ગા  ઉડાડીને તો આરોગ્યવ કેન્દ્રોમાં રંગોલી પૂરીને પોતાની ખુશહાલી વ્ય કત કરી હતી. મહીસાગર જિલ્લાગમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોમાં પાત્રતા ધરાવતા ૮૧૪૫૨૪ નાગરિકો પૈકી ૮૧૫૪૭૦ નાગરિકોને પ્રથમ ડોઝની રસી આપી દેવામાં આવતાં મહીસાગર જિલ્લા એ પ્રથમ ડોઝની કામગીરીમાં સો ટકા કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજયમાં પ્રથમ પાંચમાં સ્થારન હાંસલ કર્યું છે. જયારે બીજો ડોઝ મૂકાવવાની પાત્રતા ધરાવતા ૪૫૫૭૯૮ નાગરિકો પૈકી ૪૪૬૪૮૩ નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. આમ પ્રથમ અને બીજો ડોઝ કે બંને મળીને કુલ ૧૨૬૧૯૫૩ નાગરિકોને રસી આપવામાં આવી હોવાની વિગતો આપી જિલ્લાાએ બીજા ડોઝમાં પણ ૫૫ (પંચાવન) ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું  છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments