મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (22:46 IST)

સિરમના CEO અદાર પુનાવાલાનું મહત્વનું નિવેદન, ફેબ્રુઆરી સુધીમાં 2-3 વર્ષના બાળકોની વેક્સિનને મંજૂરીની સંભાવના

દેશમાં બાળકોના કોરોના વેક્સિનેશન સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જલ્દી જ બાળકોના વેક્સિનેશનની શરૂઆત થવાની છે. કોરોના સંક્રમણનુ રક્ષા કવચ બનેલી વેક્સિનની રાહ જોઈ રહેલા બાળકો અને વાલીઓનુ રાહ જોવાનુ ખતમ થવાનુ છે.
 
કોરોનાની વેક્સિન બનાવનાર કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના CEO અદાર પુનાવાલાએ કહ્યું કે તેમની કંપની બાળકો માટેની વેક્સિન કોવોવૈક્સ તૈયાર કરી રહી છે અને તેને ફેબ્રુઆરી 2022 સુધીમાં મંજૂરી મળી શકે છે.
 
પૂનાવાલાએ જણાવ્યું હતું કે, "અમે એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી પર દાવ લગાવ્યો છે. અમને બિલકુલ ખબર નહોતી કે કઈ રસી કામ કરશે. અમે અન્ય ઉત્પાદકો સાથે મોટા પાયે કામ કર્યું છે. એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ સાથે અમારુ કામ સારુ રહ્યું. અમે ફિલ અને ફિનિશ માટે કેટલીક કંપનીઓ સાથે વાત કરી રહ્યા છીએ.
 
પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેમની કંપની વિશ્વભરમાં કોવિડ રસીની નિકાસ માટે કેન્દ્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમણે જણાવ્યું કે સરકારે ડિસેમ્બર સુધી દર મહિને કોવિશિલ્ડના 200 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. ઓક્ટોબરના અંત સુધીમાં, આપણે કેટલીક નિકાસ ફરી શરૂ કરી શકીએ છીએ. અમે હાલમાં સ્ટોકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની સૂચનાઓની રાહ જોઈ રહ્યા છીએ.