ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (11:40 IST)

ભાગી રહ્યુ કોરોના! બીજા દિવસે મળ્યા 20000થી ઓછા કેસ

Corona Gujarati news
દેશમાં કોરોનાથી રાહત કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર સતત બીજા દિવસે દેશમાં 20 હજારથી પણ ઓછા કોરોનાનાં કેસો આવી રહ્યા છે. જ્યારે કોરોનાથી મોતમાં પણ
 
બુધવારે આવેલા આંકડાઓમાં છેલ્લા એક દિવસમાં માત્ર 18,870 નવા કોરોના કેસ મળ્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન 378 લોકોના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોનાના 20,000 થી ઓછા નવા કેસ મળી આવ્યા છે. એટલું જ નહીં, આ જ સમયગાળામાં 28,178 લોકો કોરોના ચેપમાંથી સાજા થયા છે. આને કારણે, સક્રિય કેસોમાં ઘટાડોનો તબક્કો પણ ચાલુ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 2,82,520 રહી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.