સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (18:10 IST)

Live - IPL 2021, CSK vs KKR:- આજે આમે સામે થશે ચેન્નઈ સુપર કિંગસ કોલકત્તા નાઈટ રાઈડર્સ એવી થઈ શકે છે બન્નેની પ્લેઈંગ XI

ઈંડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ 2021)ના બીજા ચરણમાં રવિવારે ડબલ હેડર મેચ રમાશે. ડબલ હેડરનો પ્રથમ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના વચ્ચે રમાશે. IPL 2021 ના ​​બીજા તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની બે મેચ જીતી છે. તે અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. તે જ સમયે, KKR એ તેમની બંને મેચ પણ જીતી લીધી છે, IPL 2021 ના ​​બીજા તબક્કામાં જબરદસ્ત વાપસી કરી છે. KKR પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. બંને ટીમો આજની મેચ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
 
ધોનીના નેતૃત્વવાળી CSK ની વાત કરીએ તો, તેઓએ તેમની 9 માંથી સાત મેચ જીતી છે. CSK બે મેચમાં હારી ગયું છે. CSK ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, તેઓ પાવર પ્લે સુધી પહોંચવાની શક્યતા ઘણી વધારે છે. બીજી બાજુ, KKR એ તેમની 9 મેચમાં 4 જીતી છે અને 4 માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલમાં બે ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો સીએસકેનો હાથ ઉપર છે. બંને ટીમોએ એકબીજા સામે 26 મેચ રમી છે. આમાંથી ચેન્નાઈએ 16 મેચ અને 9 મેચ KKR દ્વારા જીતી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
CSK ચેન્નાઇ સુપર કિંગ્સ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન - ઋતુરાજ  ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી, અંબાતી રાયડુ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને જોશ હેઝલવુડ.
 
KKR કોલકાતા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (wk), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી અને પ્રણંદેશ કૃષ્ણ.


06:09 PM, 26th Sep
- 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વગર 42 રન છે. ગાયકવાડ 22 અને ડુપ્લેસિસ 20 પર છે.

06:03 PM, 26th Sep
ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડએ બે-બે જ્યારે રવીંદ્ર જડેજાએ એક વિકેટ લીધો. કોલકત્તાથી મળ્યા 172 રનના લક્ષ્યના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની બેટીંગ શરૂ થઈ. 

05:21 PM, 26th Sep
શાર્દુલ ઠાકુરએ આંદ્રે રસેલને કર્યુ . આ સાથે કોલકાતાને પાંચમો આંચકો મળ્યો છે. આ વખતે બોલ વિકેટને ફટકાર્યો છે. રસેલે 15 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.

04:32 PM, 26th Sep
- 11 ઓવર પછી કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર ત્રણ વિકેટ પર 84 રન છે. રાહુલ ત્રિપાઠી 43 અને નીતિશ રાણા 4 રન બનાવીને રમી રહ્યા છે. 
 
- કોલકત્તાને ત્રીજુ આંચકો. તીવ્ર જોશ હેજલવુડના આવતા જ કપ્તાન ઈયોન માર્ગનને પવેલિયન ભેગુ કર્યુ. મોર્ગમએ 14 બૉલ પર આઠ રન બનાવ્યા. મોર્ગનને ફાફ ડુપ્લેસીએ સીમા રેખા પર શાનદાર કેચ પકડ્યુ. 

03:57 PM, 26th Sep
બે ઓવર બાદ કોલકાતાનો સ્કોર એક વિકેટ માટે 19 રન છે. વેંકટેશ અય્યર 3 અને રાહુલ ત્રિપાઠી 6 રન પર રમી રહ્યા છે.

03:40 PM, 26th Sep

03:34 PM, 26th Sep
કોલકાતાએ 14 મી સીઝનની 38 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કોલકાતાની શરૂઆત થઈ ગઈ છે. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની ઓપનિંગ જોડી ક્રિઝ પર ઉતરી છે.