શાકભાજીમાં છિપાયેલા ઈયળો કે અન્ય જીવાત પેટમાં જઈને ઉભી કરી શકે છે બીમારી, જાણી લો તેને કાઢવાની સહેલી રીત
શાકભાજીઓ આપણા શરીર માટે લાભકારી હોય છે. તેમા વિટામિન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર હોય છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આપણે રોજ જે લીલીછમ અને તાજી દેખાતી શાકભાજીઓ ખાવામાં સામેલ કરીએ છીએ. તેમા કંઈક છુપાયેલુ હોઈ શકે છે ? તે આપણને દેખાતી નથી. જો આ જીવાત પેટમાં જાય તો ગંભીર પેટ દુ:ખાવો, ઉલ્ટી, સંક્રમણ અને પાચન સાથે જોડાયેલ અનેક પરેશાની ઉભી કરી શકે છે. તેમા છિપાયેલા કીડાને શાકભાજીમાંથી કાઢવા માટે તમે આ કેટલીક ટિપ્સને ફોલો કરી શકો છો.
મીઠાવાળુ પાણી - મીઠાવાળુ પાણી શાકભાજીને સાફ કરવાનો એક પ્રભાવી રીત છે. શાકભાજીને 15-20 મિનિટ સુધી કુણા પાણીમાં મીઠુ નાખીને પલાળી દો. તેનાથી જીવાતો કે માટી ઉપર તરવા માંડે છે અને શાકભાજી એકદમ સ્વચ્છ થઈ જાય છે.
બેકિંગ સોડા - એક ચમચી બેકિંગ સોડા પાવડર કીટાણુને હટાવવામાં ખૂબ લાભકારી છે. 1 લીટર પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શાકભાજીને એ પાણીમાં પલાળી દો. તેનાથી શાકભાજી પર ચોંટેલા કીટનશક અને ધૂળ સહેલાઈથી નીકળી જાય છે.
હળદરવાળુ પાણી - હળદરમાં પ્રાકૃતિક એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે. કુણા પાણીમાં થોડી હળદર અને શાકભાજીને થોડીવાર માટે છોડી દો. આ રીત તમને શાકભાજીમાંથી ઈયળો અને જીવાત હટાવવામાં મદદ કરી શકે છે.
લીંબુનો રસ - શાકભાજીને સાફ કરવા ને તાજી રાખવા માટે પાણીમાં થોડા ટીપા લીંબૂનો રસ નાખીને તેને 5-10 મિનિટ પલાળી દો. આ રીતે શાકભાજીને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે અને શાકભાજીને તાજી રાખવામાં મદદ કરે છે.