Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રગ્સ સામે ગુજરાત પોલીસનો ઐતિહાસિક નિર્ણય: હવે દરેક જિલ્લા અને શહેરોમાં કાર્યરત થશે 'એન્ટી નાર્કોટિક્સ વિંગ'

Updated: બુધવાર, 9 સપ્ટેમ્બર 2026 (10:49 IST)
Anti Narcotics Wing
ડ્રગ્સના દૂષણને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત પોલીસે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં ખાસ ડેડિકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW) કાર્યરત કરવામાં આવશે. આગામી 7 દિવસની અંદર જ આ તમામ યુનિટ્સને સંપૂર્ણ રીતે સક્રિય કરી દેવા માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.
ALSO READ: Driving Licence New Rule- ટ્રાફિક નિયમો તોડવા પડશે ભારે! વારંવાર ચલણ ભરશો તો DL થઈ શકે છે રદ

ઝીરો ટોલરન્સ નીતિ અને રાજ્યની સુરક્ષા

દેશમાં સૌથી લાંબો દરિયાઈ કિનારો ધરાવતા ગુજરાતને સંપૂર્ણપણે 'ડ્રગ-ફ્રી' બનાવવા માટે પોલીસે ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે માત્ર પોતાના રાજ્યમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોના યુવાધનને પણ નશાના કાળા કારોબારમાંથી બચાવવા માટે આક્રમક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે.
 

પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

છેલ્લા 5 વર્ષના આંકડા મુજબ, ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ 3,700થી વધુ ગુના નોંધીને 5,346 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આશરે Rs 13,600 crore થી વધુ કિંમતનો 1.36 lakh kg થી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખવામાં આવી છે.
 

જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ નવા યુનિટ્સની સ્થાપના

ડ્રગ્સ સામેની આ લડાઈને વધુ ઝડપી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્ર મલિકે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય કક્ષાએ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની તર્જ પર હવે દરેક જિલ્લા અને પોલીસ કમિશનરેટ કક્ષાએ પણ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW)ની સ્થાપના કરીને કામગીરી શરૂ કરવામાં આવશે.
 

ANW યુનિટનું મહેકમ અને વાહન ફાળવણી

દરેક ANW યુનિટમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), 2 ASI/હેડ કોન્સ્ટેબલ અને 4 પોલીસ કોન્સ્ટેબલ મળીને એકંદર 8 સક્ષમ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે. આ સાથે જ આ ટીમોને ત્વરિત કામગીરી માટે અલાયદું વાહન અને ડ્રાઇવર ફાળવવામાં આવશે.
 

યુનિટનું સુપરવિઝન અને વિવિધ શહેરોમાં વ્યવસ્થા

જિલ્લા કક્ષાએ આ યુનિટ સીધા પોલીસ અધિક્ષક (SP)ના સુપરવિઝન હેઠળ કામ કરશે. જ્યારે અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 2, વડોદરા શહેરમાં 1 અને રાજકોટ શહેરમાં 1 યુનિટ જોઈન્ટ અથવા એડિશનલ સીએમ (CP)ના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોતાની કામગીરી સંભાળશે.
ALSO READ: ગણેશોત્સવ દરમિયાન મુંબઈકરોને મોટી ભેટ: 11 થી 27 સપ્ટેમ્બર સુધી ટોલ ટેક્સ નહીં, ફક્ત "કોંકણ દર્શન" પાસનો ઉપયોગ કરો.

કેવળ NDPS ગુનાઓ પર કેન્દ્રિત કામગીરી

એન્ટી નાર્કોટિક્સ વિંગ એક 'સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ' તરીકે જ કાર્ય કરશે અને તે માત્ર NDPS સંબંધિત કેસો અને ગુનાઓ પર લક્ષ્ય રાખશે. આ ખાસ ટીમને અન્ય કોઈ સામાન્ય કે સમાન પ્રકારની કાયદો-વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવશે નહીં, જેથી તેઓ પૂરી ક્ષમતાથી ડ્રગ્સ નેટવર્ક પર ધ્યાન આપી શકે.
 

ડ્રગ્સ પેડલરો પર સર્વેલન્સ અને PIT-NDPS કાર્યવાહી

ANTF દ્વારા સૂચિત કરવામાં આવેલા ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર ANW સતત સર્વેલન્સ અને વોચ રાખશે. ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં ભરવા માટે આ વિંગ સીધી CID ક્રાઇમને જરૂરી દરખાસ્તો મોકલી આપશે.
 

સ્થાનિક પોલીસની જવાબદારી અને કડક કાર્યવાહી

ANWની રચના થયા બાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ પોતાની રીતે NDPS કેસો શોધવાનું ચાલુ રાખવાનું રહેશે. જો ANWની તપાસ કે દરોડા દરમિયાન સ્થાનિક પોલીસની કોઈ પણ પ્રકારની નિષ્કાળજી કે બેદરકારી સામે આવશે, તો તેવા પોલીસ કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
 

પ્રોત્સાહક નીતિઓ અને AI આધારિત 'NARIT' સોફ્ટવેર

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે ડ્રગ નેટવર્ક પકડનાર પોલીસ કર્મચારીઓ અને બાતમીદારો માટે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ તથા ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ નીતિ અમલી બનાવી છે. ઉપરાંત, ડાર્ક વેબ અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ લિંક્સ પકડવા માટે દેશમાં સૌપ્રથમ વાર AI આધારિત 'NARIT' સોફ્ટવેર દ્વારા વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

દીપિકા પાદુકોણએ શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

આગળનો લેખ
Show comments