Festival Posters
✕

શેરડી પકવતા ખેડૂતો માટે મોટી રાહત: કોડીનારની સુગર મિલ શરૂ થશે, 14 દિવસમાં મળશે ખાતામાં નાણાં

Updated: શનિવાર, 7 નવેમ્બર 2026 (17:41 IST)
Kodinar Sugar Mill

એક તરફ ખેતીમાં સતત વધતો જતો ખર્ચ અને ઓછા વરસાદને કારણે ગીર પંથકના ખેડૂતો અનેક આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કોડીનાર ખાતે આવેલી પ્રખ્યાત બિલેશ્વર સુગર મિલ આગામી ૧૪ નવેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે અને તેમાં શેરડીનું પીલાણ પણ શરૂ કરી દેવામાં આવશે. આ સુગર મિલ શરૂ થવાથી આ વિસ્તારમાં ખાંડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે, જેના કારણે શેરડીનું વાવેતર કરતા સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. 
ALSO READ: વિશ્વની સૌથી સુંદર મહિલાઓ ધરાવતા દેશોની યાદીમાં રશિયા ટોચ પર છે, જ્યારે ભારત ત્રીજા ક્રમે છે

પ્રતિ ટન રૂ 3300ના ભાવથી ખેડૂતોને મળશે આર્થિક રાહત

આ વર્ષની સીઝનમાં ખેડૂતો માટે સૌથી મોટી અને રાહતરૂપ બાબત શેરડીના મળનારા ભાવને લઈને છે. IPL (ઇન્ડિયન પોટાશ લિમિટેડ) દ્વારા આ વર્ષે ખેડૂતોને શેરડીના પ્રતિ ટન રૂ. 3300 ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને આ વખતે પ્રતિ ટન રૂ. 300 જેટલો વધુ ભાવ મળશે. ગયા વર્ષે શેરડીના ભાવ ઓછા મળવાને કારણે ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આ વખતે ભાવમાં થયેલા આ વધારાથી તેમને ખેતીના વધતા ખર્ચ સામે મોટી રાહત મળવાની આશા છે. 
 

સીઝન દરમિયાન 3 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક

ગત વર્ષે બિલેશ્વર સુગર મિલ માત્ર 45 દિવસ સુધી જ કાર્યરત રહી શકી હતી, જેના લીધે ખેડૂતોને પોતાની શેરડી વેચવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આ વર્ષે મિલ લાંબા સમય સુધી ચાલુ રહે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. અંદાજ મુજબ આ સીઝનમાં મિલ 100 થી 120 દિવસ સુધી સતત કાર્યરત રહેશે. આ સુગર મિલ દૈનિક 2700 થી 2800 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરવાની ક્ષમતા ધરાવે છે અને સમગ્ર સીઝન દરમિયાન કુલ 3 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
 

11 હજારથી વધુ રજિસ્ટ્રેશન અને બિન-રજિસ્ટ્રર્ડ ખેડૂતોને ખરીદીની તક

શેરડીના સરળ વેચાણ માટે અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ખેડૂતોએ મિલ ખાતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. બીજી તરફ, જે ખેડૂતો કોઈ કારણસર રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેમને પણ ચિંતા કરવાની જરૂર નથી. IPL કંપની દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે રજિસ્ટ્રેશન ન કરાવનારા ખેડૂતો પાસેથી પણ શેરડીની ખરીદી કરવામાં આવશે. આ હકારાત્મક નિર્ણયથી વધુ ને વધુ ખેડૂતોને પોતાની ઉપજ વેચવાની સીધી તક મળશે અને તેમને બહાર બજાર શોધવાની ભટકણમાંથી મુક્તિ મળશે. 
ALSO READ: ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ! સચિવાલયના 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી

14 દિવસમાં ખાતામાં ચૂકવણી અને ટપક સિંચાઈ માટે સબસિડી

ખેડૂતો માટે નાણાંની ચૂકવણી અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. IPL કંપની દ્વારા શેરડીની ખરીદી કર્યા બાદ 14 દિવસની અંદર જ રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી દેવાશે, જેથી ખેડૂતોને પોતાના નાણાં માટે લાંબી રાહ જોવી નહીં પડે અને ઘરખર્ચ તેમજ આગામી ખેતીનું આયોજન સરળ બનશે. વધુમાં, આ વર્ષે ઓછા વરસાદને કારણે ઊભી થયેલી પિયતની સમસ્યાને પહોંચી વળવા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અપીલ કરાઈ છે. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને IPL કંપની દ્વારા સબસિડી પણ પૂરી પાડવામાં આવશે.

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments