1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Government Holidays 2027

ગુજરાત સરકારનું મહત્વનું જાહેરનામું: વર્ષ 2027 માટે સરકારી કચેરીઓ અને બેંકોની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર

govt. holiday 2027
govt. holiday 2027
નવા વર્ષ 2027માં કેટલી રજાઓ મળશે અને કયા તહેવારો પર સરકારી કામકાજ બંધ રહેશે તે અંગે કર્મચારીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 માટેનું સત્તાવાર રજાઓનું કેલેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ મળશે. આ સિવાય કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ભોગવી શકે તેવી 9 વૈકલ્પિક રજાઓની યાદી પણ અલગથી મંજૂર કરવામાં આવી છે. 

 રાજ્ય સરકારની કચેરીઓ માટેની 18 જાહેર રજાઓની સંપૂર્ણ યાદી 

 
જાન્યુઆરીથી માર્ચ:
- 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર) 
- 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર) 
- 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર) 
- 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર) 
- 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
- 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર) 
 
એપ્રિલથી જૂન:
- 7 એપ્રિલ – ચેટીચાંદ (બુધવાર)
- 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
- 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર) 
- 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
- 17 મે – બકરી ઈદ (સોમવાર) 
- 16 જૂન – મોહરમ (બુધવાર)
 
ઓગસ્ટથી ઓક્ટોબર:
- 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
- 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
- 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
- 2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતિ (શનિવાર)
- 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
- 30 ઓક્ટોબર – નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2084 (શનિવાર)
 

બેંક ક્ષેત્ર માટે વર્ષ 2027ની 17 જાહેર રજાઓ

 
રાજ્ય સરકારની કચેરીઓ ઉપરાંત બેંકિંગ ક્ષેત્ર માટે પણ વર્ષ 2027નું રજાઓનું લિસ્ટ જાહેર કરાયું છે. બેંક કર્મચારીઓ માટે આખા વર્ષ દરમિયાન 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. સામાન્ય સરકારી કચેરીઓના લિસ્ટ અને બેંકોના લિસ્ટ વચ્ચે એક માત્ર મુખ્ય તફાવત એ છે કે બેંકોમાં 7 એપ્રિલે આવતી 'ચેટીચાંદ'ની રજા રહેશે નહીં.
 

બેંકો માટેની 17 જાહેર રજાઓની વિગત:

 
જાન્યુઆરીથી માર્ચ:
- 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર) 
-  26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર) 
- 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર) 
- 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર)
- 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
- 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)
એપ્રિલથી જૂન:
- 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
- 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર)
- 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
- 17 મે – બકરી ઈદ (સોમવાર)
- 16 જૂન – મોહરમ (બુધવાર)
 
ઓગસ્ટથી ઓક્ટોબર:
 
- 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
- 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
- 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
- 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ (શનિવાર)
- 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
- 30 ઓક્ટોબર – નૂતન વર્ષ (શનિવાર)
 

1 એપ્રિલે હિસાબી કામકાજ માટે બેંકો બંધ રહેશે

 
નિયમિત 17 જાહેર રજાઓ ઉપરાંત, નાણાકીય વર્ષ પૂરું થતાં વાર્ષિક હિસાબો બંધ કરવાના (Annual Closing) હેતુથી 1 એપ્રિલ 2027, ગુરુવારના રોજ તમામ બેંકો, પગાર-હિસાબી કચેરીઓ, તિજોરી તેમજ પેટા તિજોરી કચેરીઓમાં વિશેષ રજા પાળવામાં આવશે.
આગળનો લેખ
"મારો દીકરો પાછો લાવી આપો": વડોદરાના દંપતીએ દીકરા સમાન પાલતુ પોપટ ખોવાતા 1 લાખનું ઈનામ જાહેર કર્યું