ગુજરાતમાં ફૂડ સેફ્ટી ઓફિસરની 84 જગ્યાઓ માટે ભરતી જાહેર: જાણો લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા
gujarat govt. job
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક ઉત્તમ તક જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3ની કુલ 84 જગ્યાઓ ભરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતી આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ
આ પદ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી અથવા ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઓઇલ ટેકનોલોજી, કૃષિ વિજ્ઞાન, પશુચિકિત્સા વિજ્ઞાન, બાયો-કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી કે મેડિસિન વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક ડિગ્રી ઉપરાંત ઉમેદવારે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન તેમજ ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવવું જરૂરી છે.
વય મર્યાદા અને નિયમો
આ સરકારી ભરતી માટે આવેદન કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. નિયમો અનુસાર, અરજી કરતી વખતે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આરક્ષિત વર્ગોના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
આકર્ષક પગારધોરણ અને ફિક્સ પે
પસંદગી પામનાર ઉમેદવારો માટે શરૂઆતના વર્ષોમાં આર્થિક વળતર સારું રહેશે. આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષના પ્રોબેશન પિરિયડ દરમિયાન દર મહિને 40,800 રૂપિયાનો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. પાંચ વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અને કામગીરી સંતોષકારક જણાયા પછી સાતમા પગાર પંચના લેવલ-5 મુજબ 29,200થી 92,300 રૂપિયાના નિયમિત પગારધોરણે કાયમી નિમણૂક આપવામાં આવશે.
મહત્વપૂર્ણ વિગતો
સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટ: ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3
કુલ જગ્યા: 84
અરજી મોડ: ઓનલાઈન
અરજી કરવાની વેબસાઈટ: https://ojas.gujarat.gov.in
ઓનલાઈન અરજી કરવાની સરળ પ્રક્રિયા
આ જગ્યાઓ માટે ઉમેદવારોએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
- સૌથી પહેલાં સત્તાવાર OJAS વેબસાઈટ (ojas.gujarat.gov.in) ઓપન કરો
- ત્યાં ઉપલબ્ધ 'Current Advertisement' સેક્શનમાં જાઓ.
- ત્યારબાદ GSSSBની ફૂડ સેફ્ટી ઓફિસરની જાહેરાત શોધીને 'Apply Online' પર ક્લિક કરો
- ફોર્મમાં તમામ વિગતો યોગ્ય રીતે ભરી દો. છેલ્લે માહિતી ચકાસીને ફોર્મ સબમિટ કરો
- ભવિષ્યના સંદર્ભ માટે કન્ફર્મેશન પ્રિન્ટ અથવા પીડીએફ સેવ કરીને સુરક્ષિત રાખો.

