સંબંધિત સમાચાર
- લોકરક્ષક ભરતી પરીક્ષા માટે હાઇટેક સુરક્ષા વ્યવસ્થા: GPS ટ્રેકર અને AI ટેક્નોલોજીનો ઉપયોગ; કચ્છના 6 રસ્તાઓ ફોરલેન થશે
- LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર
- શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ:મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી, હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે
- અમદાવાદમાં ટ્રાફિક મુક્તિનું નવું આયોજન: 2027 સુધીમાં 2200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે ભવ્ય આઉટર રિંગ રોડ
- કેશોદમાં શરૂ થશે પાઇલટ ટ્રેનિંગ સેન્ટર; હવે Airbus 320 જેવા મોટા વિમાનો પણ લેન્ડ થશે
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આજે, 2.63 લાખથી વધુ ઉમેદવારો માટે અગ્નિપરીક્ષા; AI અને ફેશિયલ રેકોગ્નિશનથી થશે ચકાસણી
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની 12,733 જગ્યાઓ માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિતના મુખ્ય શહેરોની 789 પરીક્ષા કેન્દ્રો અને 849 શાળાઓમાં પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં કુલ 2,63,345 ઉમેદવારો પોતાના સપનાને સાકાર કરવા માટે આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લેશે.
સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી ચાલનારી પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને 88,700 ઉમેદવારો હાજર રહેશે. અમદાવાદ શહેરના 146 કેન્દ્રો પર 44,700 ઉમેદવારો જ્યારે અમદાવાદ ગ્રામ્યના 149 કેન્દ્રો પર આશરે 44,000 ઉમેદવારો પરીક્ષા આપશે.
શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષાનો પડકાર
પોલીસ ભરતી બોર્ડના આંકડા મુજબ, અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં અંદાજે 6.36 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી સફળ થયેલા 2.63 લાખથી વધુ ઉમેદવારો આજે 200 ગુણની MCQ આધારિત લેખિત પરીક્ષા આપશે.
ડમી ઉમેદવારોને રોકવા હાઈટેક વ્યવસ્થા
પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે રાજ્યભરમાં 26,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમાં પોલીસ વિભાગના આશરે 9,000 અને શિક્ષણ વિભાગના 17,000થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
દરેક પરીક્ષા કેન્દ્ર પર PI અથવા PSI કક્ષાના અધિકારી વિશેષ પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. ડમી ઉમેદવારોને રોકવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓળખ ચકાસણીની અદ્યતન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભરતી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.
