Dharma Sangrah
✕

વડોદરાના વોર્ડ નંબર ૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

Updated: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (16:02 IST)
વડોદરાના વોર્ડ નં-૧૩ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલ ગોહિલનો ૧૬૩૬ મતે વિજય થઇને કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. આઠ રાઉન્ડની મતગણતરીમાં સતત છ રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મેળવ્યા હતા. માત્ર છેલ્લા બે રાઉન્ડમાં જ કોંગ્રેસના ઉમેદવારે વધુ મત મેળવ્યા હતા. ૧૬૦૧૩ મતદારોના મતદાનમાં ૧૮૯ નોટાને મત ગયા હતા. 
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં-૧૩ની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોર વચ્ચે સીધો જંગ હતો. આજે સવારે આઠ વાગ્યાથી બરોડા હાઇસ્કૂલ (બગીખાના) ખાતે મતગણતરી  હાથ ધરાઇ હતી. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ગોપાલ ગોહિલને ૮૭૩૦ મત અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોરને ૭૦૯૪ મત મળ્યા હતા. મતગણતરીના અંતે ભાજપના ગોપાલ ગોહિલનો ૧૬૩૬ મતે વિજય થયો હતો. 
વોર્ડ નંબર ૧૩ જે બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. તે બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. તેમનું નિધન થતાં તેમના સ્થાને કોંગ્રેસે તેમના દિકરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.  આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા હતા. છતાં માત્ર ૨૫.૬૬ ટકા મતદાન થયું હતું. મતગણતરીના અંતે ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપના સમર્થકોએ સૂત્રોચ્ચારથી કેમ્પસ ગજવી મૂક્યુ હતુ. વિજેતા ગોપાલ ગોહીલને અભિનંદન આપવા માટે શહેર પ્રમુખ તથા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો. જીગીશાબેન શેઠ, ધારાસભ્ય સીમાબેન મોહીલે, પૂર્વ સાંસદ બાળુ શુકલા સહિત મહાનુભાવો પહોચી ગયા હતા. 
વોર્ડ નં-૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં વીએમસીમાં ભાજપાનું સંખ્યાબળ ૫૯ થયું હતું.  ભાજપના વિજેતા ઉમેદવાર ગોપાલ ગોહિલે પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. જેને અકબંધ રાખીશ. સાથી કાઉન્સિલરોની સાથે મળીને વિસ્તારની સમસ્યાઓ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશ.  કોંગ્રેસના પરાજીત ઉમેદવાર દેવાંગ ઠાકોરે જણાવ્યું કે, વોર્ડ નં-૧૩ના મતદારોએ આપેલ જનાદેશ સ્વીકારૂ છુ. વિસ્તારના લોકો માટે અગાઉ પણ કામ કરતો આવ્યો છું. અને આગામી દિવસોમાં પણ કરતો રહીશ. આ વિસ્તારના રહીશોનો અવાજ બનીશ.
 
 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

આગળનો લેખ
Show comments