શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:24 IST)

ખેરાલુ બેઠક પર ભાજપનો વિજય: આનંદીબેનના વિશ્વાસુ જગદીશ પટેલ હારી જાય એવી સ્થિતિ

ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે ખૂબ જ જોખમકારક પરિણામો આવ્યા છે. ચૂંટણી પહેલા એવી ધારણા હતી કે તમામ છ બેઠકો પર ભાજપ ખૂબ જ સરળતાથી જીતી જશે, પરંતુ પરિણામે થોડા જુદા આવી રહ્યા છે.

જોકે ખેરાલુ બેઠકના પરિણામની સત્તાવાર જાહેર થઈ છે. જેમાં ભાજપના અજમલ ઠાકોરનો 25 હજારથી વધુના મતથી વિજય થયો છે. આ ઉપરાંત અન્ય બેઠકો છે જેમાં થરાદ અને લુણાવાડા પરથી ભાજપના ઉમેદવારો બપોરે 12 વાગ્યે આગળ છે.

સૌથી વધુ મોટો ઝટકો ભાજપને અમરાઈવાડી અને રાધનપુરની બેઠક પરથી લાગી રહ્યો છે. અમરાઈવાડીની બેઠક અમદાવાદમાં આવે છે અને ભાજપનો ગઢ ગણવામાં આવે છે જ્યારે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી લડવા આવ્યો હતો, પરંતુ આ બંને બેઠકો પર બપોરે 12 વાગ્યે કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

શંકર ચૌધરી સામે કોંગ્રેસના રઘુ દેસાઈ ચાર હજાર મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે બાયડમાં પણ 18 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલાથી 2800 મતથી આગળ ચાલી રહ્યા છે. આગામી એક કલાકમાં તમામની ગણતરી પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે અને સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરી દેવાશે.