શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (14:24 IST)

પક્ષ પલટુ ધવલસિંહની બાયડ બેઠક પર હારઃ પ્રજાએ ભાજપને જાકારો આપ્યો

બાયડમાં ભાજપના ઉમેદવાર ધવસસિંહ હાર્યા, અને કોંગેસના ઉમેદવાર જશુભાઈ પટેલ જીત્યા. ઠાકોર પટેલ કોમ્યુનીટીમાં પાટીદાર જીત્યા, 370, કે કોઈ નેશનલ મુદ્દા નહી પરંતુ લોકલ ઉમેદવાર જીત્યા. આયાતી ઉમેદવાર હાર્યા. મતગણતરીના 23માં રાઉન્ડ બાદ ધવલસિંહ 730 મતથી થી હાર્યા છે. પણ ફેરમતદાન ગણતરી માટે ઈલેકશન ઓફિસરને અરજી કરી છે.  ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ચૂંટણી પરિણામ માટે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, મને જે બેઠકની જવાબદારી આપવામાં આવી હતી તે મેં નીભાવી છે અને અમે ત્યાં જીતી ગયા છીએ. ખેરાલુની બેઠક ઉપરથી અમે જીત્યા છીએ.  ખેરાલુ બેઠક ઉપરથી ભાજપના અજમલસિંહ ઠાકોરનો 9363 મતથી જીત મેળવી છે. લુણાવડામાં ભાજપ આગળ છે. રાધનપુરમાં  કોંગ્રેસ આગળ છે. અમરાઈવાડીમાં ભાજપ કોંગ્રેસની ટક્કર થઈ રહી છે. થરાદમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યુ છે.  પક્ષપલટુ નેતાઓને જનતા જીતાડવાના મૂડમાં નથી. રાધનપુરમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યુ છે.  બાયડ, અમરાઈવાડી, લુણાવાડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસ  અમરાઈવાડીમાં આગળ ચાલી રહ્યા છે. ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.  રાધનપુરમાં અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. સાત રૂઝાનમાં 700થી 800 મતથી પાછળ ચાલી રહ્યા છે, ધવલસિંહ ઝાલા બાયડ બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે. સાંતલપુર તાલુકામાં ભાજપ પાછળ છે. બાયડમાં કોંગ્રેસ આગળ. 2200 મતથી આગળ ચાલી રહયુ છે. અમરાઈવાડીમાં માત્ર 32 ટકા જ  મતદાન થયુ હતુ. અને હવે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી આગળ વધી રહ્યુ છે. અમરાઈવાડીમાં ફરી એક વખત ભાજપના જગદીશ પટેલ ફરી એક વખત આગળ ચાલી રહ્યા છે.