Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો, લોકોને સાચી માહિતી આપવા અપીલ

વેબદુનિયા ન્યુઝ ટીમ
સોમવાર, 18 મે 2026 (15:19 IST)
Gujarat census begins,
ગુજરાતમાં આજથી વસતી ગણતરીની કામગીરીની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કવાયતનો પ્રારંભ કરાવ્યો છે. આગામી ૩૧ મે સુધી તમામ નાગરિકો ઘરે બેઠા જાતે જ પોતાની માહિતી ઓનલાઈન અપલોડ કરી શકશે. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે લોકોની આ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે.
ALSO READ: રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ઘરેથી થઈ શરૂઆત

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની ટીમ દ્વારા વિધિવત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરત મનપા કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રીએ ઓનલાઈન વિગતો સબમિટ કરી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વસતી ગણતરીના સાચા આંકડાઓના આધારે જ સરકાર નવી લોકકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ ઘડે છે, જેથી વિકાસનો વાસ્તવિક લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકાય.
 

મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ ઓનલાઈન કરાવી સ્વ-ગણતરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરીને ડિજિટલ સ્વ-ગણતરી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમની સાથે જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની સચોટ માહિતી પૂરી પાડીને લોકોને આ અભિયાનમાં જોડાવા માટે જાગૃત કર્યા હતા.

<

ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન નોંધાવી વિગતો @CMOGuj @BJP4Gujarat @InfoGujarat @Webdunia_Guj pic.twitter.com/2YNfmDwOyA

— Webdunia Gujarati (@Webdunia_Guj) May 18, 2026 >

 
ALSO READ: 18 May Gold-Silver Price- શું સોનાના ભાવમાં ઘટાડો થયો છે? આજના નવીનતમ સોના અને ચાંદીના ભાવ જાણો.

1  જૂનથી 1.10  લાખ કર્મચારીઓ કરશે ડોર-ટુ-ડોર ગણતરી

આ વખતની વસતી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ 31  મે સુધી ઓનલાઈન સ્વ-ગણતરી ચાલી રહી છે, જ્યારે 1  જૂનથી 30  જૂન દરમિયાન ડોર-ટુ-ડોર ગણતરીનો મોટો તબક્કો શરૂ થશે. આ સમગ્ર રાષ્ટ્રીય કામગીરીને પહોંચી વળવા માટે ગુજરાતભરમાંથી 1.10  લાખ જેટલા કર્મચારીઓની ફોજ મેદાને ઉતારવામાં આવશે, જેઓ ઘરે-ઘરે જઈને ડિજિટલ માધ્યમથી વસતીના આંકડા એકત્રિત કરશે.
 

કર્મચારીઓ ઘરે આવીને પૂછશે 33  મહત્વના સવાલો

ઘરે-ઘરે મુલાકાત લેનારા આ કર્મચારીઓ દરેક પરિવારના મુખ્ય સભ્યને તેમના ઘર અને સુવિધાઓને લગતા કુલ 33 જેટલા નિર્ધારિત સવાલો પૂછશે. જો આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય, તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર અથવા વસતી ગણતરીની અધિકૃત વેબસાઈટ પર સંપર્ક કરીને પોતાની સમસ્યાનું નિવારણ લાવી શકે છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

આગળનો લેખ
Show comments