Festival Posters

CMO બોમ્બ ધમકી કેસમાં બે આરોપી ઝડપાયા, બિહાર-ઝારખંડથી સાયબર સેલે દબોચ્યા

Updated: સોમવાર, 14 સપ્ટેમ્બર 2026 (11:58 IST)
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સહિત રાજ્યના કેટલાક મહત્વના સરકારી સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ મામલે સાયબર સેલને મોટી સફળતા મળી છે. ધમકીભર્યા ઈ-મેઈલની ટેક્નિકલ તપાસ બાદ પોલીસે બિહાર અને ઝારખંડમાંથી બે શખ્સોને ઝડપી લીધા છે. બંને આરોપીઓની પૂછપરછ સાથે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ALSO READ: સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહી શકે છે, નિકાસ શું કહે છે તે જાણો.

BRICS સમિટને લઈને પણ મળી હતી ધમકી

 
આ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ દરમિયાન ભારતના સહયોગી મિત્ર દેશોને પણ બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. આથી સમગ્ર મામલો સુરક્ષા એજન્સીઓ માટે વધુ ગંભીર બન્યો હતો.
 
સાયબર સેલે ઈ-મેઈલના ટેક્નિકલ ટ્રેલના આધારે ધમકી મોકલનાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બિહાર અને ઝારખંડમાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હવે તેમની પૂછપરછના આધારે આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ALSO READ: પ્રધાનમંત્રી મોદીએ ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી, લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા."

ગાંધીનગર સચિવાલયને મોકલાયો હતો ધમકીભર્યો ઈ-મેઈલ

 
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સચિવાલયના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઈલમાં સચિવાલય પરિસર તેમજ નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
 
ધમકીની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. સચિવાલય પરિસરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે પણ સમગ્ર પરિસરની ચકાસણી કરી હતી.
 

તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી

સુરક્ષા ટીમો દ્વારા સચિવાલયમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. જેના કારણે પ્રાથમિક તપાસમાં ધમકી ખોટી હોવાનું સામે આવ્યું હતું.
 
જોકે, ધમકીભર્યા ઈ-મેઈલને ગંભીરતાથી લઈને સાયબર સેલે તેની ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી. ઈ-મેઈલના સ્ત્રોત અને તેને મોકલનારા લોકો સુધી પહોંચ્યા બાદ બિહાર અને ઝારખંડમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ધમકી પાછળનો હેતુ શું હતો અને અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠનની તેમાં ભૂમિકા છે કે નહીં.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

આગળનો લેખ
Show comments