Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update Gujarat - કોરોનાના વળતા પાણી: આજે 185 નવા કેસ નોંધાયા, 3 ગણાથી વધુ લોકો થયા રિકવર

Updated: રવિવાર, 20 જૂન 2021 (23:22 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 651 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,06,193 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.04 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6109 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,032 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, જુનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 4 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 1,96,382 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments