સંબંધિત સમાચાર
- ગુજરાત કોરોના અપડેટ: આજે 776 લોકોએ કોરોનાને આપી માત, 5 લોકોએ ગુમાવ્યા જીવ
- સુરતમાં ભાજપને કારણે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરના છુટાછેડા, ધારાસભ્યએ ભાજપમાં જોડાવા 3 કરોડની ઓફર કરી
- શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા ઘરવાપસી માટે કવાયત શરુ થઈ, ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે મુલાકાત કરી
- અમદાવાદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
- ભાજપના ધારાસભ્યોને પક્ષ તરફથી 66 લાખના ખર્ચે મફત ટેબ્લેટ આપવામાં આવશે
કોરોનાના વળતા પાણી: આજે 228 નવા કેસ નોંધાયા, 874 લોકો થયા રિકવર
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 874 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,05,542 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.98 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6579 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 173 લોકો વેન્ટિલેટર પર છે. 6406 લોકો સ્ટેબલ છે. 8,05,542 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,028 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત શહેરમાં 1 મહીસાગરમાં 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 5 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 3,24,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
