1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. ફિલ્મ સમીક્ષા
  4. Jana Nayagan social media review

Jana Neta Review In Gujarati: ટોકિઝમા રજુ થઈ જન નાયકન, જાણો કેવી છે થલાપતિ વિજયના કરિયરની અંતિમ ફિલ્મ

Jana Nayagan Review
Jana Nayagan Movie Review In Gujarati:   તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર વિજયની મચઅવેટેડ ફિલ્મ જન નયકન 23 જુલાઈ 2026 ને વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રજુ થઈ ગઈ છે.  જાન્યુઆરી 2026 થી વારંવાર મુલતવી રાખવામાં આવેલી આ ફિલ્મ આખરે સિનેમાઘરોમાં પાછી ફરી છે. એચ. વિનોથ દ્વારા દિગ્દર્શિત, જાના નાયગનમાં બોલિવૂડ સુપરસ્ટાર બોબી દેઓલ અને પૂજા હેગડે પણ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે, કારણ કે તે વિજયની છેલ્લી ફિલ્મ બનવાની છે, જેના કારણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા વિજયના ફેંસ તેનુ સેલીબ્રેશન કરી રહ્યા છે.  જોકે, ફેંસના રિવ્યુથી અલગ ફિલ્મ કેવી છે તેના પર એક નજર કરીએ.  

થલાપતિની જોરદાર એંટ્રી 

 
 ફિલ્મની શરૂઆતમાં થલપથી વિજયની દમદાર એન્ટ્રી જોવા મળે છે. જેલની અંદર તેની પાસે 10 મિનિટનો ફાઈટ સીન છે, જે વિજયના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. તેમના ઉપરાંત વિલનના રોલમાં બોબી દેઓલની એક્શન એન્ટ્રી પણ જોવા જેવી છે. ફિલ્મની પ્રથમ 25 મિનિટમાં જોરાદ ફક્ત એક્શ્ન જ એક્શન છે.  આ જોઈને આપણે કહી શકીએ કે આ સંપૂર્ણ મસાલા ફિલ્મ છે અને થાલાપથીનો છેલ્લો ડાન્સ ફેંસ માટે કોઈ ભેટથી ઓછો નથી. 

જન નાયકની સ્ટોરી 

 ફિલ્મની સ્ટોરી વિજય જેલમાંથી બહાર આવવાથી શરૂ થાય છે. પણ કંઈક એવુ થાય છે કે તેના પર તેની મદદ કરનારા જેલરની પુત્રીની જવાબદારી આવી છે. જેનો જીવ સંકટમાં હોય છે. બીજી બાજુ ઈંડિયન નેવી પર ટેક થાય છે. જેને બોબી દેઓલ કરે છે. જન નયગાનમાં એક ટેડી બીયર ટૉયન પણ છે. જેની આસપાસ સ્ટોરી ફરતી રહે છે. ફિલ્મમાં મમતા બૈજૂએ થલાપતિની પુત્રીનો રોલ ભજવ્યો છે.  પણ કંઈક એવુ થાય છે કે મમતા બૈજૂનો જીવ મુશ્કેલીમાં મુકાય છે. થલપતિ વિજયની એક બેક સ્ટોરી પણ છે.  ફિલ્મમાં પણ વિજયના પાત્રનુ નામ થલાપતિ છે. પૂજા હેગડે અને વિજયનુ લવ એંગલ છે.    

જન નાયકનનુ ડાયરેક્શન  

 
ફિલ્મનો દરેક સીન વિજયને સમર્પિત છે. શરૂઆતથી અંત સુધી, વિજય ફિલ્મનો સ્ટાર છે. તેનો એક્શન અવતાર અને ડાંસ બતાવવામાં આવ્યું છે, જે થલાપતિ ફેંસ માટે એક ટ્રીટ છે.  પ્રકાશ રાજને ભ્રષ્ટ નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જન નાયકન જાહેર વિરોધ પ્રદર્શનો, ઝેરી દારૂને કારણે થતા મૃત્યુ, ભ્રષ્ટાચાર, આતંકવાદી હુમલાઓ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને સંબોધન કરે છે.
 
 
એક એક્સ પૂર્વ યુઝરે જન નાયકન વિશે ટ્વીટ કરીને લખ્યું, "પહેલો ભાગ ઉત્તમ છે. વિજય ફિલ્મને પોતાના ખભા પર ઉપાડી રહ્યો હોય તેવું લાગે છે. એક્શન અને ભાવનાનું મિશ્રણ સારું છે, અને બોબી દેઓલ અસાધારણ છે."
 
 
 
બીજા એક યુઝરે લખ્યું, "જાના નાયકન પહેલા ભાગ સુધી સારી ગતિએ ચાલી રહી છે. વાર્તા સારી લાગે છે, પરંતુ VFX થોડી નબળી છે." બીજા એક યુઝરે એમ પણ કહ્યું, "જાના નાયકન એક બ્લોકબસ્ટર છે, અને વિજયની છેલ્લી ફિલ્મ પર આધારિત, અમને આવી જ કંઈક જરૂર હતી."

 
આ રીતે, ઘણા લોકો તેમના એક્સ હેન્ડલ પર 'જાના નાયગન' વિશે અલગ અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં, દર્શકોમાં 'જાના નાયગન' માટે ભારે ક્રેઝ છે. આ ફિલ્મની કમાણી પર કેટલી અસર કરશે તે તો સમય જ કહેશે.
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - Fox નુ બહુવચન