Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચલણી નોટોના શણગારથી સજાવેલા ગણપતિના પંડાલમાં ભક્તોની લાગી લાઇન

શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:42 IST)
ગુજરાત ફરી એક વાર લખપતી ગણપતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલા ખાતે આવેલા સદભાવના ગ્રુપનો ગણેશ પંડાલના ગણેશજીની પ્રતિમાને લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવતા ભાવી ભક્તો માટે આ ગણેશજી લખપતિ ગણપતિથી પ્રચલીત થયા છે. આ ગણપતિને 9 લાખ 99 હજાર 999 રૂપિયાની 10થી લઇને 2000 રૂપિયની નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિજી ને લખપતિ બનાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ.આજે અહીં રૂપિયા 999999 લાખ નો શણગાર કરવામાં આવ્યો છે.સદભાવના ગ્રુપમાં રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લામાં માત્ર સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે. સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શનાર્થે ભક્તો ઉતાવળે પગલે હોંશે હોંશે આવી રહ્યા છે. આ લખપતિ ગણેશજીને જોઇને લોકો એક નવોજ અનુભવ કરી રહ્યો છે.  9,99,999 રૂપિયાની ચલણી નોટોથી શણગાર કરતા ભાવિ ભક્તોની મોટી મોટી લાઇનો લાગી હતી. સદભાવના ગ્રુપ દ્વ્રારા વ્યસન મુકિત તેમજ ગાય બચાવો જેવા સમાજ ઉપયોગી કામ પણ આ ગણેશ ઉત્સવમાં કરવામા આવે છે. સાવરકુંડલામાં સેવાકીય પ્રવુતિથી પ્રસિદ્ધ પામેલ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને છેલ્લા આઠેક વરસથી અલગ અલગ રીતે શણગાર કરી સમગ્ર જીલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અને આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવુતિમાં વાપરીને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments