શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (13:22 IST)

ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કરવામાં આવે છે. 
 
સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે 10 દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.
 
 ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.  ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે. ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફુલ ગણેશજીને પ્રિય છે. 
 
શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેમનું વિસર્જન કરવું અનિવાર્ય છે. તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો. વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજા કરો.
 
ગણપતિ વિસર્જન વિધિ : વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિની વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિ પાસે ચઢાવો અને 5 બ્રાહ્મણને પ્રદાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. ત્યારબાદ ગણેશજીને 21 દૂર્વા આ મંત્રો સાથે ચઢાવો.ALSO READ: ગણેશ ચતુર્થી 2018 - ગણપતિ ઉત્સવ દરમિયાન આ રીતે કરો ગણેશજીની સંધ્યા આરતી
 
ૐ વં વક્રતુંડાય નમો નમ:
 
ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન, ચોખા, દૂર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનું આ મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને ઝાડ પર ચઢાવી દો. આવું કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે.