સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (13:17 IST)

ગણેશજીની આરતી સુખકર્તા દુઃખહર્તા - ગણપતિ ઉત્સવ દરમિયાન આ રીતે કરો ગણેશજીની સંધ્યા આરતી

ganesh
ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની આરતી ગાવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે કરવી જોઈએ સંધ્યા આરતી...
 
- સૌ પહેલા બાપ્પાની મૂર્તિને દૂર્વા ધૂપ અને ગંગાજળના છાંટા મારીને શુદ્ધ કરી લો. પછી ધૂપ દીપ અને કપૂર પ્રગટાવીને ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારો. 
- એક વાતનુ ધ્યાન રાખો કે આરતી શરૂ કરતા પહેલા 3 વાર શંખ વગાડો. શંખ વગાડતી વખતે મોઢુ ઉપરની તરફ રાખો. શંખને ધીમા સ્વરમાં શરૂ કરતા ધીરે ધીરે અવાજ વધારો. 
- ગણેશજીની આરતી કરતી વખતે તાળી, ઘંટી અને સૂરને લયમાં રાખો. આ સાથે જ મંજીરા, તબલા ઘંટી, હારમોનિયમ જેવા યંત્ર પણ વગાદો. બાપ્પાની આરતી ગાતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરો. આરતી ન આવડે તો જોઈને ગાવ. 
 
 
ગણેશજીની સંધ્યા આરતી  સુખકર્તા દુઃખહર્તા 
 
 
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
 
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
 
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
 
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
 
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ
 
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
 
ચંદનાચી ઉટી કુમકુમકેશરા
 
હિરેજડિત મુકુટ શોભતો બરા
 
રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ
 
લંબોદર પીતાંબર ફણિવરબંધના
 
સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના
 
દાસ રામાચા વાત પાહે સદના
 
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના
 
 
 
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
 
દર્શનમાત્રે મનકામના પૂરતી
 
જયદેવ જયદેવ