Daily Horoscope
✕

વેરાવળમાં સાયલન્ટ ઝોનમાં ગરબા અંગે હાઈકોર્ટની લાલ આંખ: "અવાજ અસહ્ય હોય તો આયોજન બંધ કરાવો"

Updated: શનિવાર, 17 ઑક્ટોબર 2026 (09:39 IST)
સાયલન્ટ ઝોનમાં ગરબા અંગે હાઈકોર્ટની લાલ આંખ ગીર સોમનાથના વેરાવળમાં હોસ્પિટલ નજીકના સાયલન્ટ ઝોનમાં યોજાતા ગરબા સામે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ભારે ફટકાર લગાવી છે. કોર્ટે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કડક શબ્દોમાં જણાવ્યું કે, જો ગરબા સ્થળે અવાજ અસહ્ય હોય તો તેને તાત્કાલિક ઓછો કરાવવો અથવા ગરબાનું આયોજન જ બંધ કરાવી દેવું. આ સાથે જ હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ને આગામી 3 દિવસ સુધી અવાજના સ્તરનું મોનિટરિંગ કરીને નવો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ALSO READ: સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ

સાઉન્ડ માપણી સામે સરકારની રજૂઆત 

 
સુનાવણી દરમિયાન સરકારી વકીલે બચાવ કરતાં રજૂઆત કરી હતી કે અરજદારે રજૂ કરેલો ડેસિબલ રિપોર્ટ યોગ્ય નથી, કારણ કે તેમણે આ માપણી મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરી છે. વેરાવળ દરિયાકિનારાની નજીક હોવાથી મોબાઈલથી ચોક્કસ ડેસિબલ માપી શકાય નહીં. વધુમાં સરકારે દાવો કર્યો હતો કે વિવાદિત ગરબા સ્થળે કોઈ મોટા ડીજે કે વિશાળ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
 
અવાજ નિયંત્રિત કરવા હાઈકોર્ટનું વ્યવહારુ સુચન
 
 સરકારની દલીલો બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે અવાજનું પ્રદૂષણ રોકવા માટે વ્યવહારુ પગલાં લેવા ખૂબ જરૂરી છે. કોર્ટે સુચવ્યું કે સ્પીકરની દિશા બદલીને અથવા અવાજનું સ્તર ઘટાડીને પણ પરિસ્થિતિ નિયંત્રિત કરી શકાય છે. જો અવાજ નિયંત્રણ બહાર જશે તો આયોજન બંધ કરાવવા સુધીના પગલાં લેવાશે. હવે પછીની કાનૂની કાર્યવાહીનો સમગ્ર આધાર GPCB દ્વારા તૈયાર કરવામાં આવનારા આગામી ત્રણ દિવસના આ નવા રિપોર્ટ પર રહેશે.
 

શું છે સમગ્ર વિવાદનું કારણ? 

 
ગીર સોમનાથના બે નાગરિકો દ્વારા વેરાવળમાં આવેલી હોસ્પિટલ નજીકના સાયલન્ટ ઝોનમાં થતા ગરબાના આયોજન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પરંપરાગત ગરબાના આયોજનની વિરુદ્ધ નથી, પરંતુ દર્દીઓની સુવિધા માટે સાયલન્ટ ઝોનમાં ધ્વનિ પ્રદૂષણના સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ તેવી તેમની મુખ્ય માગણી છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

75 વર્ષની ઉંમરે પણ, રજનીકાંતનું સ્ટારડમ અકબંધ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ દીધી છે, પહેલા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

આગળનો લેખ
Show comments