Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રસ્તા પર 'સોનું' હોવાની અફવાએ મચાવી પડાપડી, વલસાડના કોસ્ટલ હાઈવે પર લોકો સાવરણા લઈને ઉતરી પડ્યા!

Updated: સોમવાર, 4 મે 2026 (17:23 IST)
gold on valsad road
વલસાડ જિલ્લાના ઉમરગામથી દમણ તરફ જતા કોસ્ટલ હાઈવે પર આજે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. હાઈવે પર સોનું વિખેરાયું હોવાની અફવા વાયુવેગે ફેલાતા જ આસપાસના ગામોના લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. વહેલી સવારથી જ લોકોમાં આ ચમકતી પીળી ધાતુ મેળવવાની એવી ઘેલછા જાગી હતી કે, વાહનોની સતત અવરજવર વચ્ચે પણ લોકો અકસ્માતનો ડર રાખ્યા વિના જીવના જોખમે રસ્તા પર સોનું શોધતા નજરે પડ્યા હતા.
 

હાઈવે પર સર્જાયો અફરાતફરીનો માહોલ

મળતી માહિતી મુજબ, 3જી તારીખે નારગોલથી દમણ વચ્ચેના હાઈવે પરથી પસાર થતી એક ટ્રકમાંથી પીળી ધાતુના નાના-નાના ટુકડાઓ રસ્તા પર વેરાયા હતા. આ ટુકડાઓને સોનું સમજીને લોકો ઘરના કામકાજ પડતા મૂકીને હાઈવે તરફ દોડી ગયા હતા. નાના બાળકો, મહિલાઓ અને વડીલો હાથમાં સાવરણા અને અન્ય સાધનો લઈને રસ્તાની ધૂળ ખંખેરીને આ ધાતુ વીણતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં આખો દિવસ ભારે અફરાતફરીનો માહોલ રહ્યો હતો.
 

માલવાહક વાહનમાંથી વેરાયો હતો ભંગાર

સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર, નારગોલથી દમણ તરફ જતા કોઈ માલવાહક વાહનમાંથી આ ધાતુના ટુકડાઓ લગભગ ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયા હતા. રસ્તા પર ચમકતી આ વસ્તુ જોઈને રાહદારીઓએ તેને સોનું માની લેતા ભીડ એકઠી થઈ હતી. લાલચ એટલી હદે હતી કે લોકોએ પોટલાં ભરી ભરીને આ ધાતુ એકઠી કરી હતી. હાઈવે પર વાહનોની સ્પીડ વચ્ચે પણ લોકો રસ્તાની વચ્ચે બેસીને આ ટુકડાઓ વીણતા જોવા મળ્યા હતા, જે અત્યંત જોખમી સાબિત થઈ શકતું હતું.
 

સત્ય: સોનું નહીં પણ પીળી ધાતુનો સ્ક્રેપ

નારગોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ યતિન ભંડારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ ટુકડાઓ સોનું હોવાની વાત માત્ર એક અફવા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પીળા ટુકડાઓ સોનું નહીં પરંતુ કોઈ પીળી ધાતુનો ભંગાર (સ્ક્રેપ) અથવા કોપર (તાંબુ) હોવાનું મનાઈ રહ્યું છે. લોકોએ સત્ય જાણ્યા વગર માત્ર પૈસા કમાવવાની લાલચમાં આવીને અફવા પર વિશ્વાસ કરી લીધો હતો અને આખો દિવસ જોખમી રીતે હાઈવે પર કિંમતી સમય અને શક્તિ વેડફ્યા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

આગળનો લેખ
Show comments