Daily Horoscope
✕

જીએસઆરટીસી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો

Updated: ગુરુવાર, 15 ઑક્ટોબર 2026 (16:57 IST)
ST Employees DA

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખુશખબરરૂપ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં ૨ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે કર્મચારીઓને 58  ટકાના બદલે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
ALSO READ: દિવાળી પહેલા ખાંડના ભાવમાં વધારો: તહેવારોની મોસમ દરમિયાન 6 દિવસમાં ભાવમાં 14%નો વધારો, જેનાથી ખિસ્સા પર ભારણ પડ્યું

 એરિયર્સની ચુકવણીથી કર્મચારીઓને મળશે આર્થિક લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત એસટી નિગમના હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે. અગાઉ જૂન 2026 માં મોંઘવારી ભથ્થું ૩ ટકા વધારીને 58  ટકા કરવામાં આવ્યું હતું, અને હવે તેમાં વધુ 2 ટકાનો ઉમેરો થયો છે. નિયમિત મોંઘવારી ભથ્થા ઉપરાંત કર્મચારીઓને વધારાના ડીએના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે, જેનાથી તેમને વિશેષ નાણાકીય લાભ પ્રાપ્ત થશે.

ALSO READ: રેલવેમાં સરકારી નોકરી - 12મુ પાસ માટે 1688 પદ, આરઆરબી એનટીપીસી યુજી માટે આજથી કરો અરજી
 

 નિયમો અને પાત્રતા અંગેની મહત્વની વિગતો

નોંધનીય છે કે મોંઘવારી ભથ્થું હંમેશા કર્મચારીના મૂળ પગાર પર જ ગણતરી કરવામાં આવે છે, જેમાં ઘરભથ્થું કે અન્ય ભથ્થા સામેલ હોતા નથી. એસ.ટી. નિગમમાં શરૂઆતમાં ફિક્સ પગાર પર જોડાતા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો નથી. આ વિશેષ આર્થિક લાભ માત્ર રેગ્યુલર પે-સ્કેલ મેળવતા નિયમિત કર્મચારીઓને જ મળવાપાત્ર રહે છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

નાના પાટેકરનુ મોત કેવી રીતે થયુ ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો થયો ખુલસો

આગળનો લેખ
Show comments